રેડ મુનિયાનું શું છે અમદાવાદ કનેક્શન જાણો…

ચોમાસામાં કે શિયાળાની ઋતુમાં વેળાવદરની સફારીમાં જાવ તો નેશનલ પાર્કથી રાજગઢ ગામ વચ્ચે રસ્તાની આસપાસ પાણીમાં ઘા-બાજરિયું નામનું ઘાસ હોય. આ ઘાસમાં નાના નાના પક્ષી ઉડતા જણાય. અહીં તમે ધીરજ આસપાસ નજર નાંખો તો તમને સ્ટ્રોબેરી જેવી દેખાતી નર અને માદા રેડ મુનિયા જોવા મળે.

રેડ અવદાવત (Red Avadavat) , રેડ મુનિયા કે સ્ટ્રોબેરી ફિંચ ના નામથી ઓળખાતા આ પક્ષીને તમે જોવા લાગે કે જાણે સ્ટ્રોબેરી ઉડતી હોય.

આ નામ રેડ અવદાવત કે તેનું વૈજ્ઞાનિક નામ (Amandava amandava) એ એટલે મળ્યું કે વર્ષો પહેલા અમદાવાદથી આ પક્ષીને પાલતુ પક્ષી તરીકે દુનિયાના વિવિધ દેશોમાં નિકાસ કરવામાં આવતું હતું. જેના કારણે અમદાવાદના ભળતા નામ પરથી અવદાવત આ પક્ષીના નામ સાથે જોડાયું.

સ્ટ્રોબેરી ફીંચ કે રેડ મુનિયા ગુજરાતીમાં લાલ ટપુશીયું નામ થી પણ જાણીતું પક્ષી છે. સ્ટ્રોબેરી ફીંચ એ ભારત ઉપરાંત, નેપાળ, બાંગ્લાદેશ, ચીન, થાઈલેન્ડ, વિયેતનામ, સ્પેન, બ્રુનેઈ, ફીજી, ઈજીપ્ત, મલેશિયા, ઈટલી, જાપાન, હવાઈ, જેવા દેશોમાં પણ જોવા મળે છે.