કોરબેટમાં વાઘ ને શોધવા ગયા અને મળ્યું ‘પલાશ ફીશ ઇગલ’…

કોરબેટ નેશનલ પાર્કમાં ઢીકાલા ઝોનના વનવૈવિધ્ય વિશે અગાઉ ના લેખના વાત કરેલ છે, કોરબેટમાં ઢીકાલા થી ધનછડી ગેટ જતાં ઘણા લોકોને યાદ હશે કે, એક નદીના વ્યુ પોઈન્ટ પર બધીજ ગાડીઓ જાય અને ચેક કરે કે નદીમાં કંઈ વાઘની મુવમેન્ટ તો નથી ને, આમ તો આ વ્યુ પોઈન્ટ પર હંમેશા “ઘડીયાલ” જોવા મળે એટલે સામાન્ય રીતે આ વ્યુ પોઈન્ટ “ઘડીયાલ વ્યુ પોઈન્ટ” તરીકે ઓળખાય છે. (હાલ એવું જાણવા મળ્યું છે કે નદીમાં પુર કે અન્ય કારણ થી ધોવાણ થી આ પોઈન્ટ બંધ છે.)

આ વ્યુપોઈન્ટ પર સફારી દરમ્યાન અમે પણ વાઘ કે હાથીની મુવમેન્ટ જોવા ગયા પણ નજીકમાં એક ઝાડ પર “પલાશ ફીશ ઈગલ” જોવા મળ્યું.

પલાશ નામ લાગે એવા મોટાભાગના પક્ષીઓ સરળતાથી જોવા મળવા મુશ્કેલ છે એવું મારું માનવું છે. સામાન્ય રીતે રશિયા, મોંગોલીયા અને આસપાસના પ્રદેશો તથા ભુતાન, ચાઈના, ઉઝબેકિસ્તાન થી માઈગ્રેશન કરી આ પક્ષી ઉત્તર ભારતમાં આવે ઘણા “પલાશ ફીશ ઈગલ” કોરબેટ આસપાસ સ્થાયી થઈ ગયાના પણ રેકોર્ડ છે. સામાન્ય રીતે મીઠા પાણીની માછલીનો શિકાર કરતું આ પક્ષી એ “રોડેન્ટ” મુશક કુળના પ્રાણીઓ અને કયારેક પક્ષીઓનો પણ શિકાર કરે છે. “પલાશ ફીશ ઈગલ” એ ગુજરાતીમાં “નાનો મત્સ્ય ગરૂડ” તરીકે ઓળખાય છે.