અમદાવાદઃ રાજ્યમાં હાલ મિશ્ર ઋતુ જોવા મળી રહી છે, સવાર-સાંજ ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આ બેવડી ઋતુને લીધે રોગચાળો વકર્યો છે. અમદાવાદમાં શરદી, તાવ, ખાંસી સહિત ટાઈફોડના અને ઝાડા-ઊલટી તેમજ કમળાના કેસો સતત નોંધાઈ રહ્યા છે.
શહેરમાં રોગચાળો વકરતાં હોસ્પિટલોમાં દર્દીઓથી ઊભરાઈ રહી છે. છેલ્લા પાંચ દિવસમાં જ પાણીજન્ય રોગના 150 કેસ નોંધાયા છે જ્યારે ટાઇફોઈડના 62, ઝાડા-ઊલટીના 61, કમળાના 27 કેસ નોંધવામાં આવ્યા છે. શહેરમાં ઘેરેઘેર બીમારીના હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. AMC અર્બન હેલ્થ સેન્ટર પર દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ શરદી—ખાંસીના 2000 જેટલા કેસ નોંધાયા છે.
સોલામાં અત્યારે રોજના અંદાજે 1500 જેટલા દર્દીઓને નાનીમોટી બીમારીને લઈને આવી રહ્યા છે. છેલ્લા સપ્તાહે ડેન્ગ્યુના કેસમાં સામાન્ય ઘટાડો થયો છે. છેલ્લા સપ્તાહે 17 કેસ આવ્યા હતા.. જ્યારે તેના પહેલાના અઠવાડિયે 21 કેસ હતા. અને એક મહિનામાં ડેન્ગ્યુના કુલ 133 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા.