સુકમાઃ માઓવાદી પ્રભાવિત સુકમા જિલ્લામાં જીવન સમયની સાથે બદલાઈ રહ્યું છે. જે ગ્રામીણ લોકો CRPFના જવાનોની વરદી જોતાં ડરતા હતા, તેઓ હવે તેમને રક્ષકના રૂપે જાઈ રહ્યા છે. તેઓ હવે CRPFના જવાનો અને તહેનાત અધિકારીઓના આશીર્વાદથી પોતાનું લગ્નજીવન પણ શરૂ કરી રહી છે.સુકમા જિલ્લાના વડા મથકમાં રવિવારે સામૂહિક લગ્ન સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં 12 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડીને નવા જીવનનો પ્રારંભ કર્યો હતો. CRPF અને મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સના અધિકારીઓએ યુગલોને ભેટ-સોગાદો આપી હતી.