નવી દિલ્હીઃ મિડિયા અને એન્ટરટેઇનમેન્ટ જાયન્ટ ઝી એન્ટરટેઇનમેન્ટ અને સોની પિક્ચર્સ નેટવર્કસ ઇન્ડિયાની વચ્ચે મર્જરને ઝીના બોર્ડે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. સોની મર્જર પછી બનનારી કંપનીમાં રૂ. 11,605.94 મૂડીરોકાણ કરશે. પુનિત ગોએન્કા મર્જર પછી બનનારી કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર અને CEO બની રહેશે. મર્જર પછી ઝી એન્ટર.ની પાસે 47.07 ટકા હિસ્સો રહેશે. સોની પિક્ચર્સની પાસે 52.93 ટકા હિસ્સો રહેશે. મર્જર પછી કંપનીને શેરબજારમાં લિસ્ટ કરાવવામાં આવશે.
બંને કંપનીના ટીવી બિઝનેસ, ડિજિટલ એસેટ્સ, પ્રોડક્શન ઓપરેશન્સ અને પ્રોગ્રામ લાઇબ્રેરીનું પણ મર્જર કરવામાં આવશે.