અમદાવાદ: ભારતીય જનતા પાર્ટીએ વર્ષ 2024 માટે સદસ્યતા અભિયાન શરૂ કર્યું છે. આ સદસ્યતા અભિયાનમાં ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલને પ્રાથમિક સભ્ય બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આજથી સદસ્યતા અભિયાન 2024નો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ સદસ્યતા અભિયાનમાં 1.5 કરોડથી વધુ લોકોને ભાજપમાં જોડવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.
નોંધનીય બાબાત છે કે આગામી 16 સપ્ટેમ્બરના રોડ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે. ત્યારે તેઓ પોતાની વર્ષગાંઢના દિવસે ગુજરાતને કેટલાક વિકાસ કાર્યની ભેટ આપવા સાથે કેટલાક કાર્યક્રમોમાં હાજરી પણ આપશે. આ ઉપરાંત 1 લાખ કાર્યકર્તાઓ એકઠા થઈને પ્રધાનમંત્રી મોદીને ત્રીજી વખત PM બન્યા તેનું અભિવાદન કરશે. પાર્ટીના સભ્ય તરીકે 6 વર્ષે મુદત પૂરી થઈ છે. આ એક પાર્ટી એવી છે જેના 6 વર્ષે સદસ્યતા પૂર્ણ થાય છે. કોરોનાના કારણે વચ્ચે આ અભિયાન લંબાવ્યું હતું પછી ઈલેક્શન આવ્યું એટલે લંબાયું છે. ત્યારે હવે જ્યાં ઈલેક્શન છે તે સિવાયના રાજ્યમાં આ અભિયાન શરૂ થયું છે. ગઈકાલે સાંજે 5 વાગે દિલ્હીમાં વડાપ્રધાન મોદીને પ્રથમ સભ્ય બનાવી નોંધણી કરાવી છે.