બેસન પનીર પૂડલા

બેસન પૂડલા તો આપણે હાલતા ચાલતા ઘણીવાર બનાવી લઈએ છીએ. પણ એમાં જો પનીર ઉમેરવામાં આવે તો તે હેલ્ધી પણ બની જાય છે!

સામગ્રીઃ

  • ચણાનો લોટ 1 કપ
  • પનીર 100 ગ્રામ
  • કાંદો 1
  • ટામેટું 1
  • સિમલા મરચું અડધું
  • ધોઈને સમારેલી કોથમીર ½ કપ
  • લીલાં મરચાં 2-3
  • અજમો ¼ ટી.સ્પૂન
  • હીંગ 2-3 ચપટી
  • સ્વાદ મુજબ મીઠું
  • તલ ½ ટી.સ્પૂન
  • ધાણાજીરુ પાઉડર ½ ટી.સ્પૂન
  • હળદર ¼ ટી.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર ½ ટી.સ્પૂન
  • તેલ

રીતઃ પનીરને છીણી લો અથવા બારીક ભૂકો કરી લો. એક બાઉલમાં પનીર લો. તેમાં ચણાનો લોટ ઉમેરો. ટામેટું તેમજ સિમલા મરચું, લીલા મરચાં અને કોથમીર ઝીણાં સમારી લો. ચપટી હીંગ, ધાણાજીરુ, હળદર, લાલ મરચાં પાઉડર, તલ, 1 ચમચી તેલ તેમજ મીઠું સ્વાદ મુજબ ઉમેરો. અજમાને હાથેથી થોડો ચોળીને ઉમેરો. થોડું થોડું પાણી ઉમેરતાં જઈ પૂડલા માટેનું બહુ પાતળું નહીં એવું ખીરું તૈયાર કરી લો.

ગેસ ઉપર તવો અથવા ફ્રાઈ પેન ગરમ કરીને 1-1 ચમચી તેલ પૂડલા ફરતે રેડીને પૂડલા શેલો ફ્રાઈ કરી લો.

તૈયાર પૂડલા કોથમીર-ફુદીનાની ચટણી સાથે પીરસો.