સિંહના જંગલ યોગા

 

 

 

 

 

 

 

 

 

જંગલના રાજાને પણ યોગ કરવા પડે બોલો!! તમને નવાઈ લાગશે પણ અમે સિંહને જંગલમાં યોગા કરતો અમારી સગી આંખે જોયો છે. વાત છે જાન્યુઆરી મહીનાના પહેલા અઠવાડીયાની. શિયાળાની સવારે સફારીમાં અમે ફરી રહ્યા હતાં અને એકદમ સોનેરી તડકામાં રોડમાં વચ્ચે ચાલતો એક 3-5 વર્ષનો નર સિંહ અમે જોયો જે અમારી જીપ્સીથી આગળ આગળ ચાલી રહ્યો હતો.

થોડો સમય ચાલ્યા બાદ અચાનક સિંહ રોકાયો અને રોડ વચ્ચે જાણે યોગા કરવા બેઠો હોય એમ બેસી ગયો અને આ ફોટો ક્લીક થયો. ગાઈડ અને અમે હસતા હસતા વાત કરી કે આ તો શિયાળાની સવારે સિંહ “જંગલ યોગા” કરે છે.

(શ્રીનાથ શાહ) 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]