જ્યોતિષનો મહત્વનો ઉપયોગ ફલિત જ્યોતિષ સાથે છે. ફલિત જ્યોતિષ સૌથી વધુ ચાહના પામ્યું છે. જ્યોતિષના ગણિતના જાણકાર કે રસ લેનાર ઓછા રહ્યા છે. આખી દુનિયામાં લોકો અલગ અલગ રીતે ભવિષ્યને જાણવાનો પ્રયાસ કરતા હોય છે. કેટલીક પ્રચલિત પદ્ધતિઓમાં કાર્ડ્સ, પાસા, ક્રિસ્ટલ બોલ, અગ્નિનો ધુમાડો અને તેની દિશા, છાયા અને તેનો પ્રકાર,શુકન શાસ્ત્ર (શકુન) વગેરે છે. જોહન ડી, મેડમ સુંદ અને એલીસ્ટર ક્રાઉલી જેવા ગુઢ વિદ્યાના જાણકારો આત્મા સાથે વાત કરવાની વિદ્યા પણ જાણતા હતા, અને તેના દ્વારા પણ ભવિષ્ય ભાખી લેતા હતા.
આ બધામાં પાસા વડે ભવિષ્ય જાણવાની કળા લગભગ દુનિયાના દરેક ખૂણે મળે છે. જાપાનઅને ચીનમાં પણ પાસા વડે ભવિષ્ય જોવાની કળા છે. પાસા વડે પાંચ તત્વોની ઉપસ્થિતિ જાણીને ભવિષ્યની ઘટના વિશે અંદાજ લઇ શકાય. પાસા વડે ભવિષ્ય જાણનાર વ્યક્તિઓના પાસા કુદરતી ચીજોમાંથી બનેલા હોય છે. પાસા માટે ધાતુ અથવા પ્રાણીજ વસ્તુઓનો ઉપયોગ થતો જોવા મળે છે. સોના અને ચાંદીના પાસા પણગુઢ વિદ્યાના જાણકારો ઉપયોગમાં લે છે. પરંતુલાકડાના પાસા વિદ્યુત વાહક ન હોવાથી તેને ઉપયોગમાં નથી લેવાતા. પ્લાસ્ટિક પણ આ વિદ્યા માટે ઉપયોગમાં ન લઇ શકાય.
તમારે કોઈ પણ પ્રશ્નને જાણવા કે પરિસ્થિતિને જાણવા માટે ત્રણ પાસાની જરૂર પડે છે. ખુબ જ સરળ આ વિદ્યા માટે તમારે મન સ્થિર કરીને પાસેના કાગળ ઉપર એક પ્રશ્ન લખવાનો હોય છે, તેમાં ધાર્મિક ચિહ્ન કે સાત્વિક મંત્ર લખીને દેવી સહાય માંગવાની છે. ત્યારબાદ એક સપાટ જમીન પર આ ત્રણ પાસાને ફેંકીને, તેના અંકનો સરવાળો કરવાનો છે.
જો સરવાળો,
૩: ઘટના તુરંત ઘટશે, લાભ થશે. ૪: ઘટના ઘટશે નહિ, વિવાદ થઇ શકે. ૫: કુદરતી સહાય મળશે, સારા સમાચાર મળશે. ૬: આર્થિક નુકસાન, શરીરને નુકસાન. ૭: મહેનત વધુ કરવી પડે, વ્યવસાયની ચિંતા. ૮:તમે જે વિચારો છો એ તદ્દન ખોટું છે, બીજાની સલાહ લો. ૯: સુંદર મિલન, મુલાકાત સફળ, લગ્નબાબતે શુભ. ૧૦: બઢતી, આગેકુચ, સ્ત્રીને બાળકની પ્રાપ્તિ. ૧૧: ખુબ જ આનંદ, ઉત્સાહ, ખુશીના દિવસ. ૧૨: સમાચાર મળશે, માહિતી મહત્વની છે, શાંતિ. ૧૩: હાલનું કાર્ય ટાળો, મુસિબત જલ્દી જ ટળીજશે. ૧૪: મિત્રની મદદ મળશે, કાર્ય આસન થશે. ૧૫: સોદા ટાળો, વિવાદથી બચો. ૧૬: મુલાકાત કે પ્રવાસથી લાભ થશે, શુભ. ૧૭: અભિપ્રાય બદલાશે, મુલાકાત કે વ્યવહારથી લાભ. ૧૮: અતિશુભ, સફળતા જલ્દીથી મળશે. |
પાસા વડે ઊંડાણથી જોવા માટે તમે પાસની લંબાઈથી દસ ગણું મોટું એક વર્તુળ કાગળ પર બનાવી શકો. આ વર્તુળમાં (૩૦ અંશનો એક એમ) બારભાગ કરો. દરેક ભાગને એક નામ આપો. પ્રચલિત નામો મુજબ તમે કુંડળીના બાર ભાવ તેમાં ક્રમિક રીતે ગોઠવી શકો. જેમ કે, પ્રથમ ભાવ દેહ, દ્વિતીય ભાવ કુટુંબ અને ધન, તૃતીય સાહસ અને ભાત્રુ વગેરે… ડાબા હાથેથી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં બારેય ભાવ ગોઠવવા. ડાબા હાથે પૂર્વ, ઉપર ઉત્તર એમ બધી દિશાઓ મુકવી.
ચાઇનીઝ રીતે ભાવનું વિવરણ થોડું અલગ છે,
૧: ઘર, ૨: તબિયત, ૩: સંપત્તિ, ૪: પ્રેમ, ૫: પ્રવાસ, ૬: વ્યવસાય/ નોકરી, ૭: કાયદાકીય બાબત, ૮: મિત્રો, ૯: શત્રુઓ, ૧૦: ડર/આશાઓ, ૧૧: વર્તમાન, ૧૨: ભવિષ્ય.
પાસાઓનો મધ્યમાં વિસ્તાર પ્રસ્તાર કરવો. જ્યાં પાસાઓ જાય તે બાબતે તેઓ નિર્દેશ કરે છે. બે પાસાઓ જે દિશામાં જાય તે દિશા કે ભાવની બાબતનો નિર્દેશ વધુ થાય છે. ઉદાહરણ તરીકે બેપાસાઓછઠા ભાવ તરફ ગયા, એક પાસો ૧૦માં ભાગમાં ગયો. ત્રણેયના અંકોનો સરવાળો ૧૧ થાય છે, તો આ પ્રસ્તારનું ફલિત નોકરીમાં સફળતા કહેવાશે. ૧૦માં ભાગનો પાસો નોકરી બાબતે આશાઓનો પણ નિર્દેશ કરે છે. દરેક વખતે પ્રસ્તાર કરતા પહેલા સ્પષ્ટ પ્રશ્ન લખવાનું ભૂલતા નહિ.