રાશિ ભવિષ્ય 15/03/2021 થી 21/03/2021

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

સપ્તાહ દરમિયાન તમારા મગજ માં વધુ વિચારો માનસિક થાકની લાગણી અને કામ ટાળવાની વૃતિ જગાવે તેના કારણે ક્યાંક ખોટી વાર્તાલાપ કે વાદ વિવાદ ની સંભાવના બની શકે.નાની નાની વાત માં ગુસ્સો ના આવે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરી માં તકેદારી રાખવી જરૂરી છે. બજાર માં કામકાજ કરતી વખતે કામ માં ધ્યાન કેન્દ્રિત ઓછું થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લાવ્યા ની લાગણી નો અનુભવ થયા કરે. કોઈને વણમાંગી સલાહ સુચના ના આપવી. ખટપટ કે મજાક કરવાવાળા લોકો થી દુર રહેવામાં જ શાણપણ છે.

લાગણીશીલ બની જવાય તેવું સપ્તાહ છે. તમારા સ્વભાવમાં કોઈના કામમાં સહભાગી થવાના ગુણ જાગે વળી ક્યાંક અંગત સંબંધ જેવાકે મિત્રતામાં, સગા સ્નેહીમી તમે મજાક કરવાની વૃતિવાળા બનો. જૂની ઓળખાણ કે જૂની યાદથી ઘણા રોમાંચિત બનો. સામાજિક, ધાર્મિક પ્રસંગમાં તમારી હાજરી પ્રભાવી બની શકે છે.બજાર ના કામકાજ માં ઉત્સાહ ને સફળતા જોવા મળે તેવી સંભાવના વધુ રહેલી છે. જુના મતભેદ ભૂલવાની તક મળી શકેછે. નવી નોકરી કે ફેરબદલી કરવામાટે સમય યોગ્ય કહી શકાય. સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ નવી વસ્તુ શીખવી હોય તો આ સમય નો સદઉપયોગ કરવો સારો છે.

સપ્તાહ દરમિયાન ક્યારેય વાણી વિલાસના થાય તેનું દયાન રાખવું ઇચ્છનીય છે. ઘરમાં કે કુટુંબમાં કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજમાં ગેરસમજ થવાની સંભાવના રહેલી છે. કોઈ જગ્યા એ આકસ્મિક ખર્ચ થાય તેવું પણ બની શકે છે. આરોગ્ય બાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે. બજાર ના કામકાજ માં ધીરજ અને અનુભવ થી કામકાજ કરવું અન્ય ની વાત માં દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે. નોકરી કે વ્યવસાયમાં સમયનો દુરુપયોગ અને કારણ વગરના કામકાજમાં સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખવું જરૂર પુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય

મિલન મુલાકાત કે હરવા ફરવામાં સમય વધુ પસાર થાય, તમારા કામની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીન ઓળખાણ થઇ શકે છે તેમાં લાભ ની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબ કે આસપાસ ના કોઈ જાહેર કાર્યક્રમ માં જવા ના યોગ છે તેમાં તમારી હાજરીનું વર્ચસ્વ પણ દેખાય.બજાર ના કામકાજ માં તમને ઉત્સાહ અને નવીન કાર્ય કરવા ની વૃતિ જાગે. યુવા વર્ગ ને તેમના મિત્ર વર્તુળ માંથી સારી જાણકારી કે વાત સંભાળવા મળે તેમજ મિત્ર વર્તુળમાંથી સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણા વખત થી કોઈ વાત મન માં રહેતી હોય તેને ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.

સપ્તાહ દરમિયાન થોડો માનસિક ઉદ્વેગ જોવા મળી શકે છે ક્યાંક ને ક્યાંક અશાંતિ રહ્યા કરે. વિચારો ની માયાજાળ માં ફસાયેલા રહો. કોઇની વાતને કારણે કોઈના પર ગુસ્સો ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. બજાર ના કામકાજ માં ધીરજ નો અને અનુભવનો અભાવ વર્તાય અને તેની અસર પણ કામકાજ માં દેખાઈ આવે, શરદી, ખાસી, કફ, તાવ જેવી નાની નાની તકલીફ થી પણ પરેશાની રહે તેવી સંભાવના રહેલી છે. તમારી લાગણી દુભાતી હોય તેવું તમને માનસિક રીતે વધુ લાગે પણ જો શાંતિ જાળવી પ્રભુ ભક્તિમાં ધ્યાન અને મન પોરવી રાખો તો ઘણી માનસિક શાંતિનો અનુભવ કરી શકો.

મનની ઈચ્છા પૂરી થતી હોય તેવા એંધાણ દેખાવાની સંભાવના વધુ રહેલી છે. કોઈ તમારી પસંદગી ની વાત જાણે અજાણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ કરી જાય તેવા સંજોગો સંભવિત વધુ બને છે. ધાર્મિક ભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિક કે ધાર્મિક કાર્ય માં કઈ પ્રવૃત્તિ કરવાનું મન થાય, બજાર ના કામકાજ માં કોઈ નવીન સમાચાર તમારા આત્મવિશ્વાસ માં વધારો કરી શકે છે. ઘણી જૂની ઓળખાણ તાજી થાય અને તેમાં તમારું મન આનંદ ની લાગણી અનુભવી શકે છે. વિદ્યાર્થી વર્ગ કે યુવા વર્ગ જે કોઈ નોકરી કે વ્યવસાયમાં નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારી વાત જાણવા મળે.

વિદેશ જવા ઈચ્છા ધરાવતી વ્યક્તિ માટે કોઈ લાભ ના કે સારી જાણકારી પ્રાપ્ત થાય તેવા સંજોગ ઉભા થઇ શકે છે. લગ્નની વાતચીત ક્યાય ચાલતી હોય તેવા યુવા વર્ગ માટે પણ આ સપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવાની સંભાવના રહેલી છે જૂની વાત ક્યાય અટકેલી હોય તેમાં પણ પ્રયત્ન કરવામાં આવે તો નસીબ જોગ સંજોગ પણ સાથ આપી શકે છે. બજારના કામકાજ માં ગણતરી અને આયોજન પૂર્વક ના કામકાજ માં પણ સફળતા સંભવિત બની શકે છે. મુસાફરી કે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમાં તમે આનંદ ઉત્સાહ અનુભવી શકો છે. તમારામાં સહકાર આપવાની ની ભાવના વધુ જાગે તેવું પણ બની શકે છે.

જાહેર જીવનમાં તમને લોકો વચ્ચે થોડી મજાક મસ્તી કરવાની વૃતિ વધુ જાગે પરંતુ તેમાં તમારાથી કોઈ ની લાગણી ના દુભાય કે કોઈ ની ઉશ્કેરાટ ના ભોગ ના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. જુના ક્યાય ઘરમાં કે નજીક ના સગા સ્નેહી માં કોઈ અણબનાવ કે મનદુઃખ થયું હોય તો તેવા સંબંધને સુધારવા ની કોશિશ કરતા તેમાં પણ સફળતા દેખાઈ શકે છે. બજાર ના કામકાજ માં તમને યોગ્ય પ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામ માં સારી ઉપસી આવે. નવીન કાર્ય કરવા માં તમને અન્ય નો સાથ સહકાર કે માર્ગ દર્શન સારું મળી રહે અને તેના કારણે તે કામ માટે તમારો ઉત્સાહ વધી શકે છે.

ધીરજ નો અભાવ અને અધીરાપણું વધુ જોવા મળી શકે છે, પાડવા,વાગવા કે લાપસવા જેવી બાબત ઉપરાંત શરદી,ઉધરસ, તાવ,ઇન્ફેકશન લાગવા જેવી બાબત થી તકેદારી રાખવી. ખટપટ કરનાર વર્ગ થી દુર રેહવાની જરૂર છે જેથી ખોટી વાત માં દોરવાઈ ના જવાય. બજાર ના કામકાજ માં ધીરજ અને તકેદારી રાખવી જરૂરી છે. સલાહ, ઠપકો કે કઈ પણ પ્રકારનું માર્ગદર્શન કોઈ ને આપતા પેહલા વિચાર કરવો જરૂ છે કે તેમાં તેને કોઈ ગેરસમજ ના થઇ જાય. વાર્તાલાપ દરમિયાન વધુ પડતા સ્પષ્ટ શબ્દો પણ ના વાપારવા ધીરજ અને કુનેહ પૂર્વક વર્તવા થી ઘણી શાંતિ અને સરળતા રહી શકે છે.

યાત્રા કે જાત્રા થાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. તમારા માં ધાર્મિક ભાવના,વધુ જાગે લોક કલ્યાણ ના વિચારો વધુ જાગે તેવું સંભવિત છે સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવા માં અઘરો પડતો હોય તો તે વિષય શીખવા માં વધુ મહેનત કરવાથી સરાફ ફળ ની પ્રાપ્તિ થઇ શકે છે.બજાર ના કામકાજ માં લાભ ની કોઈ વાત સંભવિત બની શકે છે. લગ્ન માટે ની વાતચીત ગોઠવવી અને તેમાં મિલન મુલાકાત કરવી તેમાં કોઈ નો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશ જવા ઈચ્છા રાખનાર વર્ગ આ સપ્તાહ દરમિયાન તેમાં કોઈ પણ પ્રકાર ની કાર્યવાહી કરે તો તેમાં પણ યોગ્ય પ્રતિસાદ મળી શકે.

કામકાજ માં વ્યસ્તતા અને માનસિક થાકની લાગણી અનુભવો. કામકાજ માં સમય નો વ્યય પણ વધુ થઇ શકે કોઈ નો સહયોગ થોડો ઓછો જોવા મળે તેવી સંભાવના રહેલી છે માટે ધીરજ અને પોતાના આત્મવિશ્વાસ થી કામ માં રચ્યા પચ્યા રહેવું વધુ યોગ્ય છે. બજાર માં કામકાજ દરમિયાન નિર્ણય શક્તિ નો થોડો અભાવ દેખાવ પરંતુ કામકાજ થઇ શકે. ઘર માં વડીલ વર્ગ કે ઓફીસ માં ઉપરી અધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થવા ની સંભાવના રહેલી છે માટે “ ઓછું બોલવું વધુ સંભાળવું “ ની નીતિ અપનાવી વધુ યોગ્ય છે. મુસાફરી, પ્રવાસ થોડો કંટાળાજનક અને સમયના વ્યય થાય તેવો રહી શકે.

સપ્તાહ દરમિયાન ક્યાંક લાભની વાતની આપ-લે થઇ શકે છે. મિત્રો, સગા સ્નેહી સાથે મિલન મુલાકાતમાં તમે તમારી કોઈ ગમતી વાત સંભાળવા કે રજુ કરવાની તક મળી શકે છે. બજારના કામકાજમાં પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. માર્કેટિંગ ક્ષેત્રમાં તમારી જૂની મિલન મુલાકાતની યાદી બનાવી તેમાં કામ કરવાથી લાભ સંભવિત બની શકે છે. મુસાફરી કે પ્રવાસ નું આયોજન સંભવિત બની શકે છે. પેટ, અપચાની તકલીફ સંભવિત છે, વડીલ વર્ગ ને જુના સંભારણા વધુ તાજા થાય અને કોઈ સામાજિક કે ધાર્મિક કામકાજમાં જોડાવાની વૃતિ વધુ જાગે, કોઈ પ્રવૃત્તિમાં અન્ય નો સાથ સહકાર મળી શકે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]