અર્જુન કપૂરે વિક્રાંત મેસીને પોતાના કરતા સારો એક્ટર ગણાવ્યો

અર્જુન કપૂરે તાજેતરમાં તેની 2017ની ફિલ્મ ‘હાફ ગર્લફ્રેન્ડ’ વિશે ખુલીને વાત કરી હતી. તેણે ફિલ્મમાં તેના અભિનયને લઈને ઘણા રહસ્યો જાહેર કર્યા. એક ઈન્ટરવ્યુમાં અર્જુને કહ્યું હતું કે તે તેના પ્રદર્શનથી સંપૂર્ણપણે સંતુષ્ટ નથી. તેણે તેની પાછળનું કારણ ડબિંગ પ્રક્રિયાને ગણાવ્યું હતું. અભિનેતાના મતે, ડબિંગને કારણે તેની વાસ્તવિક ડાયલોગ ડિલિવરીની પ્રામાણિકતા ખોવાઈ ગઈ હતી.

હાફ ગર્લફ્રેન્ડ પર અર્જુન કપૂરે કહ્યું, “મારે હાફ ગર્લફ્રેન્ડ માટે ડબિંગ નહોતુ કરવું જોઈતું હતું. મને લાગે છે કે મેં સેટ પર સારું કામ કર્યું હતું, પરંતુ કમનસીબે મારે ડબિંગ કરવું પડ્યું. મને ડબિંગનો ખાસ શોખ નથી કારણ કે તે ક્ષણની ઇમાનદારી છીનવી લે છે. આ પેઢીમાં આપણે વધુ ડબિંગ કરતા નથી. તે મારું સૌથી ખરાબ પ્રદર્શન નહોતું, પરંતુ જો હું તેને વિવેચક તરીકે જોઉં, તો હું ઈચ્છું છું કે હું તે બોલીને બરાબર રાખી શક્યો હોત.”

અર્જુને વિક્રાંતના ખૂબ વખાણ કર્યા
પોતાના કો-સ્ટાર વિક્રાંત મેસીના વખાણ કરતા અર્જુને કહ્યું, “વિક્રાંત ડબિંગમાં મારા કરતા વધુ સારો છે. તે ફિલ્મોમાં પણ મારા કરતા સારો અભિનેતા હતો. હું વધુ લોકપ્રિય રીતે અભિનય કરવા માંગતો હતો, પરંતુ ડબિંગમાં હું તે કરી શક્યો નહીં, જે હું સેટ કરતો હતો. તે મારા માટે થોડો શીખવાનો અનુભવ હતો.”

હાફ ગર્લફ્રેન્ડ 2017માં રિલીઝ થઈ હતી
હાફ ગર્લફ્રેન્ડ ફિલ્મ 2017માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને મોહિત સૂરીએ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મ ચેતન ભગતની આ જ નામની નવલકથા પર આધારિત હતી. આ ફિલ્મમાં અર્જુન કપૂરે માધવ ઝાનો રોલ કર્યો હતો. શ્રદ્ધા કપૂર રિયા સોમાણીના રોલમાં જોવા મળી હતી.

રોહિત શેટ્ટી સિંઘમ અગેઇનમાં જોવા મળ્યો હતો
અર્જુન કપૂર હાલમાં જ રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેઈનમાં વિલનની ભૂમિકામાં જોવા મળ્યો હતો. જો કે આ ફિલ્મ પણ તેની કારકિર્દીને નવી દિશા આપી શકી નહી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી.