રેલવે બ્રિજ માટે ફ્લેટ સ્ટીલનો પુરવઠો પૂરો પાડ્યો આર્સેલર મિત્તલે

હઝીરાઃ આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India)નો હજીરા સ્થિત ફ્લેગશિપ પ્લાન્ટ એન્જિનિયરિગની અજાયબી ગણાતા અંજી ખાડ બ્રિજના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી ગર્વ અનુભવે છે, જ્યાં રેલવે દ્વારા તાજેતરમાં જ પ્રથમ લોડેડ ટ્રેનનો ટ્રાયલ રન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો છે. ભારતના પ્રથમ અને એકમાત્ર કેબલ-સ્ટેયડ રેલ બ્રિજ માટે 100 ટકા ફ્લેટ સ્ટીલ (7000 મેટ્રિક ટન)નો પુરવઠો પૂરો પાડ્યો છે, જેમાં મહત્તમ સ્ટીલનો ઉપયોગ કરીને નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

જમ્મુ અને કાશ્મીરમાં ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL)ના કટરા અને રિયાસી વિભાગને જોડતો, અંજી ખાડ બ્રિજ – એક ભારતીય બહુરાષ્ટ્રીય એન્જિનિયરિંગ અને બાંધકામ કંપની દ્વારા નિર્માણ કરવામાં આવ્યો છે, જે નવીનતા અને અનુકૂલનક્ષમતાનું પરિણામ છે.

દેશના ઉત્તરીય ભાગ કે જ્યાં પ્રખ્યાત ચેનાબ નદી ભૂ-પ્રદેશમાંથી પસાર થાય છે, ત્યાં એન્જિનિયરિંગ ક્ષેત્રની અજાયબી સમાન અંજી ખાડ બ્રિજ દેશમાં નિર્માણ થઈ રહેલા અદભુત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને જ એકમાત્ર વ્યાખ્યાયિત નથી કરતું, પરંતુ PM નરેન્દ્ર મોદી દ્વારા કલ્પના કરાયેલા ‘વિકસિત ભારત’ તરફના માર્ગને પણ રેખાંકિત કરે છે.

કેન્દ્રીય રેલ મંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ સફળ ટ્રાયલ રનનો હાલમાં જ એક વિડિયો શેર કર્યો હતો.

કંપનીના (સેલ્સ અને માર્કેટિંગ) ડિરેક્ટર અને વાઈસ પ્રેસિડેન્ટે ગર્વથી જણાવ્યું હતું કે ગુજરાતના હજીરા સ્થિત અમારા ફ્લેગશિપ પ્લાન્ટથી અમને આ એન્જિનિયરિંગ અજાયબી માટે વર્લ્ડ-ક્લાસ સ્ટીલ પૂરું પાડવાની જે તક મળી તે અમારા માટે ખૂબ મોટા સન્માનરૂપ છે. અમારી ટીમે ઝીણવટપૂર્વક ફેબ્રિકેશનનું કાર્ય પાર પાડ્યું છે અને આ પ્રોજેક્ટની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વિશિષ્ટ ધારાધોરણોનું પાલન કર્યું છે. આ પરિવર્તનકારી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટના નિર્માણ માટે પ્રતિષ્ઠિત જાહેર અને ખાનગી હિતધારકો સાથેનું અમારું સમન્વય ‘વિકસિત ભારત’ માટેના લક્ષ્યાંકને હાંસિલ કરવાની અમારી ક્ષમતાઓને પ્રકાશિત કરે છે. એકબીજાની શક્તિઓનો ઉપયોગ અને કુશળતાની વહેંચણી કરીને, અમે માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ નથી કરી રહ્યા, અમે ઉજ્જવળ ભવિષ્ય માટે વધુ આત્મનિર્ભર અને સમૃદ્ધ ભારતનું નિર્માણ કરી રહ્યા છીએ, એમ તેમણે જણાવ્યું હતું.