નવી દિલ્હીઃ સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ બિઝનેસમેન અનિલ અંબાણી અને રિલાયન્સ હોમ ફાઇનાન્સના ભૂતપૂર્વ વરિષ્ઠ અધિકારીઓ સહિત 24 લોકો પર શેરબજાર અને અન્ય સિક્યોરિટી (બોન્ડ્સ, મ્યુચ્ચુઅલ ફંડ્સ અને કરન્સી)માં સામેલ થવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ પાંચ વર્ષ માટે છે.
સેબીએ અનિલ અંબાણી પર રૂ. 25,000 કરોડનો દંડ ફટકાર્યો છે. આ સિવાય રજિસ્ટર્ડ કોઈ પણ લિસ્ટેડ કંપનીમાં ડિરેક્ટર કે KMP- મુખ્ય વહીવટી પોસ્ટ પર સામેલ ના થઈ શકે. આ સિવાય સેબીએ રિલાયન્સ હોમ ફાઇનાન્સને માર્કેટથી છ મહિના માટે પ્રતિબંધિત કરી દીધી છે અને એના પર રૂ. છ લાખનો દંડ ફટકાર્યો છે.
એનાથી માલૂમ પડે છે કે દેવાં પાછળ કોઈ બદઇરાદાભર્યો હેતુ હતો. આમાંથી મોટા ભાગના લોન લેનારા લોકો ચૂકવવામાં નિષ્ફળ રહ્યા હતા. એને કારમે કંપની RHFL દેવાં ના ચૂકવી શકી અને ડિફોલ્ટ થઈ હતી.
પ્રતિબંધિત 24 સંસ્થાઓમાં RHFLના ભૂતપૂર્વ મુખ્ય અધિકારી- અમિત બાપના, રવીન્દ્ર સુધાલકર અને પિંકેશ આર શાહ સામેલ છે. અને સેબીએ તેમની પર પણ દંડ ફટકાર્યો હતો. આ સિવાય સેબીએ અનિલ અંબાણી પર રૂ. 25 કરોડ, બાપના પર રૂ. 27 કરોડ, સુધાલકર પર રૂ. 26 કરોડ અને શાહ પર રૂ. 21 કરોડનો દંડ ફટકાર્યો હતો.