અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં 23 જૂન, મંગળવારે ભગવાન જગન્નાથની 143મી રથયાત્રાની મંદિરના પરિસરમાં જ પરિક્રમા કરાવવામાં આવી હતી. ભગવાનના રથને મંદિર બહાર લઈ જવા દેવામાં આવ્યા નહોતા. કોરોના મહામારીના કારણે રથયાત્રાને શહેરમાં લઈ જવા પર ગુજરાત હાઈકોર્ટે મનાઈ ફરમાવી છે.
રથને પ્રસ્થાન કરાવતા પહેલા ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પહિંદ વિધિ સંપન્ન કરી હતી.
(તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)