નવી દિલ્હીઃ ગેંગસ્ટર અને નેતા મુખ્તાર અન્સારીના ભાઈ અફઝલ અન્સારીનું સંસદનું સભ્યપદમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવ્યું છે. તેમનું સંસદનું સભ્યપદ 29 એપ્રિલથી ખતમ થયું છે. અફઝલને ગેન્ગસ્ટર અધિનિયમ હેઠળ 2007ના એક કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા છે. તેમને ચાર વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે.
2007માં મુખ્તાર અન્સારી અને અફઝલ અન્સારીની વિરુદ્ધ ગેન્ગસ્ટર એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. વર્ષ 2022માં તેમની સામે પ્રાથમિક દ્રષ્ટિએ આરોપ નક્કી કરવામાં આવ્યા છે. કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા પછી બંને ભાઈઓને સજા સંભળાવી હતી. અફઝલ ઉત્તર પ્રદેશના ગાઝીપુર લોકસભા સીટથી BSPના સાંસદ હતા. લોક પ્રતિનિધિત્વ અધિનિયમની જોગવાઈઓ હેઠળ અફઝલની સંસદનું સભ્યપદ ખતમ થયું છે. આ અધિનિયમ હેઠળ દોષી ઠેરવવામાં આવતાં વધુ બે વર્ષ અથવા વધુની જેલની સજા સંભળાવવામાં આવતાં સાંસદનું સસદનું સભ્યપદ ખતમ કરી દેવામાં આવે છે.