નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કે કહ્યું હતું કે 30 જૂન સુધીમાં રૂ. 2000ની 76 ટકા નોટ બેન્કિંગ સિસ્ટમમાં પર આવી ગઈ છે. આ નોટોનું મૂલ્ય રૂ. 2.72 લાખ કરોડ છે. બેન્કે જાહેરાતમાં કહ્યું હતું કે 30 જૂન સુધી બજારમાં રૂ. 2000ની નોટોનું સર્ક્યુલેશન 0.84 લાખ કરોડ છે. RBIએ 19 મેએ રૂ. 2000ની નોટોને ચલણમાંથી પરત લેવાની જાહેરાત કરી હતી. આ નોટોને બેન્કમાં જામા કરવા અથવા એક્સચેંજ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બરે છે.
બેન્કિંગ સિસ્ટમમાં પરત આવનારી કુલ નોટોમાંથી 87 ટકા ડિપોઝિટ રૂપે છે અને બાકીની 13 ટકાને બેન્કમાં એક્સચેન્જ કરવામાં આવી છે. મધ્યસ્થ બેન્કે જનતાને બચેલા સમયમાં રૂ. 2000ની નોટોને બદલવા અથવા જમા કરવાનો આગ્રહ કર્યો છે.