વેળાવદરના બ્લેકબક નેશનલ પાર્કમાં પ્રવાસી પક્ષી તરીકે સામાન્ય રીતે ફાલ્કન જોવા મળતા નથી. પણ વર્ષ પહેલા એક વખત શિયાળામાં લગ્ગર ફાલ્કન સતત ઘણા દિવસો સુધી જોવા મળ્યું.
સામાન્ય રીતે દક્ષિણ પૂર્વ એશિયા, અફઘાનિસ્તાન, ઈરાન અને પૂર્વ આફ્રિકામાં આ પક્ષી જોવા મળે. વેળાવદરમાં ઘાસ હોવાની સાથે સાથે સપાટ જમીન હોવા અને વૃક્ષો ન હોવાના કારણે લગ્ગર ફાલ્કનને બાયનોક્યુલર લઈને જોવાનો અનુભવ બહુજ અદભુત અને યાદગાર હોય છે.