સોનભદ્રઃ ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં સોનાનો ભંડાર મળ્યો છે. જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (GSI)ને ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં ધરતીના ગર્ભમાં આશરે 3000 ટન સોનું હોવાનું માલૂમ પડ્યું છે. જે દેશના હાલના સોનાના અનામત જથ્થાના પાંચ ગણું છે. ઉત્તર પ્રદેશના ખનિજ વિભાગને આશરે સાડાચાર વર્ગ કિલોમીટર ક્ષેત્રમાં બે સ્થળોએ સોનાની ખાણો મળી આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ જમીન વન વિભાગની છે, જ્યારે કેટલોક ભાગ ખાનગી માલિકીનો છે.
GSIએ આ વિસ્તારમાં 1992-93માં સોનું શોધવાનું શરૂ કર્યું
ખનિજ વિભાગના અધિકારી કેકે રાયે જણાવ્યું હતું કે GSIએ વર્ષ 1992-93થી જ સોનભદ્રમાં સોનું ખોળવાનું શરૂ કર્યું હતું. હવે આ બ્લોકોની લિલામીનું કામ ઈટેન્ડરિંગ માટે જલદી શરૂ કરવામાં આવશે. સોન પહાડમાં જમીનની નીચે આશેર 2,943.26 ટન અને હરદી બ્લોકમાં 646.16 કિલોગ્રામ સોનું હોવાનું અનુમાન છે સોના સિવાય આ કેટલાંક અન્ય ખનિજ તત્ત્વ પણ આ વિસ્તારમાં મળી આવ્યા છે.
સોનભદ્રમાં મળી આવેલું સોનું ભારતના કુલ સોનાના ભંડારથી પાંચ ગણું છે, જેની કિંમત આશરે રૂ. 12 લાખ કરોડ છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ મુજબ ભારત પાસે અત્યારે 626 ટન ગોલ્ડ રિઝર્વ છે.
સોનભદ્રમાં મળેલી સોનાની ખાણની પાસે વિશ્વના સૌથી ઝેરીલા સાંપો
સોનભદ્ર પાસે મળી આવેલી ખાણો પાસે વિશ્વના સૌથી ઝેરીલા સાપોનું નિવાસસ્થાન છે. વૈજ્ઞાનિકો અનુસાર સોનભદ્રની સોન પહાડી ક્ષેત્રમાં સાપનીત્રણ પ્રજાતિઓ એટલી ઝેરીલી છે કે કોઈને કરડી જાય તો તેને બચાવવો સંભવ નથી.