Books Collection

પ્રભાતનાં પુષ્પો (ચિંતનાત્મક રત્નકણિકાનો સંગ્રહ)

અમે માટીમાંથી આવ્યા હતા અને માટીમાં મળી ગયા છીએ, એ તમે જાણો છો તો પછી શા માટે તમારી સમક્ષ જે માટી પડી છે એમાં તમે અમારું દર્શન નથી કરતાં? ફરી એ જ માટીમાંથી પ્રભાતનાં પુષ્પો સ્વરૂપે હું તમારી સમક્ષ રજૂ થયો છું. કહી દઉં છું, કે મારા રૂપ, રંગ કે આકાર સાથે માયા ન બાંધતા, પણ જે સુવાસ લઈને હું આવ્યો છું એ જો અંતરમાં સંઘરશો તો પછી તમને ચારેબાજુ આ સૃષ્ટિ પુષ્પોથી ભરેલી જ દેખાશે.

 

રમકડા વહુ (નવલકથા)

નાની વયે ઘરભંગ થયેલી વિમલ સામે સળગતા પ્રશ્નો કડા થયા: સમજ અને કુટુંબનાં અપમાન સહન કરવાં, હડધૂત થવું કે નવું ઘર માંડીને સમાજ સામે બંડ પોકારવો?

 

ગલગોટા(નવલકથા)

ઘરના ટોડલે ગલગોટાનાં તોરણ શુભ અવસર શોભાવે છે તેમ વાચકોના હૃદયદ્વારમાં મંગલ ભાવનાની સુવાસ પ્રગટાવતી નવલિકાઓ, દ્રષ્ટાંતકથાઓ અને જીવનકથા.

 

ધોંડુ અને પાંડુ (નવલકથા)

ઘરસંસારના છબરડા, સમાજની સમસ્યાઓ અને રાજકારણની પીંજણ કરતા ધોંડુ-પાંડુના હાસ્ય સંવાદો. ઘરમાં કામ કરતા બે ઘાટી વચ્ચે જુદા જુદા વિષય પર ચાલતી ચર્ચા રમૂજી શેલીમાં રજૂ કરતી નાનીનાની કટાક્ષિકાઓ.

 

જુવાન હૈયા (નવલકથા)

કૉલેજ કમ્પાઉન્ડથી કોર્ટના કઠોડ સુધી પહોંચેલો નલિની, સુધા અને વસંતનો પ્રણય ત્રિકોણ. વડીલોએ ગોઠવેલાં લગ્ન સફળ થાય કે પ્રેમલગ્ન.

 

બુદ્ધિના બ્રહ્મચારી (નવલકથા)

રુદન સાથે જન્મેલા માનવીને હસતાં હસતાં જીવવાની કલા શીખવી, માર્મિક કટાક્ષો દ્વારા સંસારના અનેક પ્રશ્નોને હળવે હાથે અને ભારે મુખે રસમય શૈલીમાં રજૂ કરતો અનોખો હાસ્યસંગ્રહ.

 

આંસુનાં તોરણ (નવલકથા)

મૃત્યુ પામેલા માનવી પાછળનો આપણો વિલાપ પણ સ્વાર્થી હોય છે. એક માનવીની જીવનનો અંત આવી ગયો એનું આપણને દુ:ખ નથી. આપણને હવે એનો પ્રેમ નહીં મળે એનું દુ:ખ હોય છે.

 

ચંદરવો(નવલકથા)

માનવ સ્વભાવની વિસંગતતાનું પ્રતિબિંબ પાડતા પ્રસંગો. જીવનના મંગળ પ્રસંગ લગ્નની આસપાસ ફેરા ફરતી હાસ્યમાળા. જાણીતી વ્યક્તિઓનાં જીવનના અજાણ્યા રોમાંચક કિસ્સા. દિશા ભૂલતા માનવીને આંગળી ચીંધી માનસશાસ્ત્રીય લેખમાળા. વાચકોએ પૂછેલા પ્રશ્ર્નોના હાસ્યમય હાજર જવાબ. વિનોદી ટુચકા. મોટા માણસની નાની વાતો.

 

ચૂંદડી અને ચોખા (નવલકથા)

‘વાહ આપના જેવા મહાન લેખક, મારા જેવી સામાન્ય છોકરીના ફોટાને જોવા રસ્તા ઉપર ઊભા રહે એ શું નાટક જેવું નથી?’ બકુલેશને કમલ સાથેનું પ્રથમ મિલન યાદ આવી ગયું.

 

પુરાણ અને વિજ્ઞાન (નવલકથા)

હજારોનાં હજારો વર્ષ પૂર્વે ભારતની તેજસ્વી પ્રજાએ અણુ વિશે જ્ઞાન મેળવ્યું હતું. એ જ્ઞાનના અવશેષ ભારતનાં શાસ્ત્રોમાં જોવા મળે છે. પુરાણમાં વિજ્ઞાન કેવું સાંકેતિક રીતે નિર્દેશાયું છે તેનું અભ્યાસી આંખે કરેલું દ્રષ્ટાંત સાથેનું દર્શન.

 

હા કે ના? (નવલકથા)

શેઠ લક્ષ્મીચંદનાં સુપુત્રી માટે જીવનકથા લખશો કે નહીં એનો હા કે નામાં જવાબ આપવા એક લેખક પર દબાણ આવ્યું અને સામો સવાલ થયો: તમારા ‘સંસ્કારી’ પરિવારની વાતો છુપાવ્યા વિના લખાવવા તૈયાર છો... બોલો હા કે ના?

 

બાળપણના વાનરવેડા (નવલકથા)

બાળહૈયાનું સાચું ગડતર નિશાળની ભીંતો વચ્ચે નહીં, કુદરતની ગોદમાં થાય છે: બાળપણનું ભાથું લેખકને ભાવિ સાહિત્ય સર્જનમાં કેટલું ઉપયોગી થઈ પડ્યું? મુગ્ધાવસ્થામાં કાગળ પર કંડારેલાં બાળપણનાં સંભારણાં.

 

ઘરની શોભા (નવલકથા)

વિધિની ગતિ કોણ જાણી શક્યું છે? આપણે જે આંકડા મૂકીને સરવાળો કરતા હોઈએ છીએ તે જ આંકડાની ત્યાં બાદબાકી થઈ રહી હોય છે. આપણે વાવેતર કરતાં હોઈએ છીએ તો ત્યાં સીધું ખોદકામ જ શરૂ થઈ ચૂક્યું હોય છે! મંછાના હૃદયના ધબકારા સતીશના નામની માળા જપી રહ્યા હતા ત્યારે સતીશના ધબકારા લતાને સાદ પાડી રહ્યા હતા.

 

ડૉક્ટર રોશનલાલ (નવલકથા)

લેખક: વજુ કોટક અને હરકિસન મહેતા આ એક એવા પુરુષની કથા છે જે પ્રેમનો જુગાર ખેલવામાં પોતાની પ્રેમાળ પત્નીને જ દાવમાં મૂકવાનું દુ:સાહસ ખેડે છે અને છેવટે સુધી બાજી જીતતો રહે છે... પણ જ્યારે ત્રીજી સ્ત્રી આ રમતમાં સામેલ થાય છે ત્યારે હાર-જીતની બાજી પલટાઈ જાય છે.

 

રૂપરાણી
(ઈસોડોરા ડંકનની આત્મકથા)

શરીરનાં હલનચલન દ્વારા માનવીના પ્રાણનું દિવ્ય દર્શન કરી શકાય એવાં નૃત્યની શોધમાં મેં દિવસો સુધી તપશ્ચર્યા કરી...

 

કાદવના થાપા (નવલકથા)

અઢાર હૃદસ્પર્શી ટૂંકી વાર્તાઓનો સંગ્રહ: કાદવના થાપા, રમાબહેન, વરજીવનનો વરઘોડો સ્મશાનનો સાથી, કબર અને કાગળ, પહેલવાનનો છરો, જ્યોર્જ જમનાદાસ જેઠા, સરદાર બલભદ્રસિંહ, સવિતાનું સગપણ, કાન્તિ અને રોશન, છોકરી છાપે ચડી, લીલી કબર, દસની નોટ, આઝાદીનો ઈલમ, હું તને જરૂર સુખી કરીશ, લલાટ અને લક્ષ્મી, ભગવાનના ઘરનું માણસ, મધુરજની.

 

આંસુની આતબાજી

ગુનેગાર યાકુબના પ્રેમમાં પડેલી મુમતાઝનાં આંસુની શાહીથી રચાયેલી, લોહીથી ખરડાયેલી રહસ્યકથા.

 

શહેરમાં ફરતાં ફરતાં (નવલકથા)

રાજા વિક્રમ અંચળો ઓઢીને નગરમાં નીકળતા, તેમ કરસનકાકા માથે છત્રી ઓઢીને શહેરમાં ફરતાં ફરતાં વજુ કોટકે કટાક્ષનાં કેલિડોસ્કોપમાં નિહાળેલાં નેતાથી અભિનેતા અને લગ્નમંડપથી ચૂંટણીમંડપ સુધીનાં હસાહસભર્યાં સાહસ.

 

માનવતાનો મહેરામણ (નવલકથા)

‘મારી ગેરહાજરીને લીધે તારા હૃદયમાં મારી હાજરી જાગી ઊઠે એ હેતુથી મેં આ માર્ગ લીધો છે, તારે માટે દિલના દરવાજા ખુલ્લા છે, ઑફિસના દરવાજા બંધ થાય છે.’ આ સાંભળીને રૂબી રડવા લાગી અને હું એને રડતી છોડીને, ખલનાયકની ખંધી ચાલે ચાલી નીકળ્યો.