શું આંતરડામાં રહેલું સેકન્ડ Brain તમારાથી નારાજ છે?

મારે ધંધામાં ખબર નહિ કેમ ખોટ જાય છે? ધંધા માટે કેટલી મહેનત કરું છું પણ મેળ પડતો નથી. આજકાલ મારે સંબંધોમાં પણ મેળ નથી પડતો. જેની સાથે મને વાંધો પડે – ત્યાં પછી સામેના મારાથી નારાજ થઇ જાય છે. હમણાં હમણાં મને યાદ પણ નથી રહેતું. થોડું ખાઉં છું અને પેટ ભારે થઇ જાય છે. આવુ જ મારા દીકરાને થાય છે. એ હજુ બાર વર્ષનો છે પણ વજન વધતું જાય છે. થોડું ખાય ને પેટ ભારે થઇ જાય. યાદશક્તિ પણ એની ઓછી થતી જાય છે.

મિત્ર :- આ બધું તમારું gut બેલેન્સ ન હોવાને કારણે થાય છે. એટલે તમારા આંતરડા બરાબર કામ નથી કરતા. નાભિ ઇમ્બૅલૅન્સ છે. આંતરડામાં રહેલું સેકન્ડ brain તમારાથી નારાજ છે. આપણી પાસે ૧૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ જેટલા શરીરમાં ફ્રેન્ડલી બેક્ટેરિયા છે. એ આપણને એટલે કે બ્રેઈન ૧ , બ્રેઈન ૨ અને બધા અવયવોને સંભાળે છે. રક્ષણ આપે છે. તાજા રાખે છે પણ જ્યારે આપણું જીવન અનિયમિત ઊંઘ અને અનિયમિત ખોરાક અને મન ફાવે ત્યારે બહાર હરવા ફરવાનું શરૂ કરી દે છે, ત્યારે આપણા અવયવો હડતાળ પર ઉતરી જાય છે. આવા સમયે લિડરની જરૂર પડે છે. જે લોકો હડતાળ પર ઉતર્યા હોય એની સાથે વાટાઘાટો કરે, સમજાવે અને પાછું તંત્ર બરાબર થઈ જાય. તો આ લીડર કોણ છે? જે આપણા શરીરને બરાબર કરે છે. તો એ છે આપણો “શ્વાસ “ deep breathing. યોગના આસનો જે તે અવયવ હોય એના લીડર એટલે કે આસન જુદા જુદા હોય. હવે વાત કરીએ સેકન્ડ બ્રેઈનની આ second brain શું છે ? માથામાં મગજ રહેલું છે એનાથી તમે જાણીતા છો. હવે તમને એક શબ્દ કહું “gut ફીલિંગ “યાદ આવ્યો આ શબ્દ ? ઘણીવાર સાંભળ્યું હશે. આ gut એટલે આંતરડા જે મેં આગળ જણાવ્યું છે. ફીલિંગ ? એ કેવી રીતે ?

તમને જણાવું કે બીજું મગજ એજ gut. નાભિ અને આંતરડા પાસે મગજ છે. માથાના મગજ પાસે 86000 જેટલા neurons છે. એના કરતા gut પાસે એટલે કે સેકન્ડ brain પાસે વધારે neuron છે. 100 million neuron કરતાં પણ વધારે છે. આ ન્યુરોન શું કરે છે ? શરીરમાં અને યોગમાં કેવી રીતે મદદરૂપ થાય ? એ પણ જણાવું. neurons એ માહિતી સંદેશાવાહક છે. જે મગજના વિવિધ ક્ષેત્રો અને મગજ અને બાકીની નર્વસ સિસ્ટમ વચ્ચે માહિતી પ્રસારિત કરવા માટે વિદ્યુત આપે અને રાસાયણિક સંકેતોનો ઉપયોગ કરે છે. જોરદાર અસરકારક સિસ્ટમ છે.

હવે બીજી વાત કે બંને મગજ વચ્ચે જોરદાર પાકી ભાઇબંધી છે. એક દુઃખી થાય તો બીજું દુઃખી થાય, એક ખુશ થાય તો બીજો ખુશ થાય. જેમ એક આંખમાં કંઈક વાગે અને આંસુ નીકળે, તો બીજી આંખ પણ આંસુ નીકળે. આંખ એવું નથી કહેતી કે તને વાગ્યું છે તો તું રડ!! મને નથી વાગ્યું તો હું નહીં રડું. બસ આવી પાકી દોસ્તી બંને મગજ વચ્ચે છે. બે માંથી એક કહે કે આ શરીરે એટલે કે આ વ્યક્તિએ એની પ્રકૃતિ વિરુદ્ધનો આહાર લીધો છે અને એ કોળીઓ પેટમાં ગયો, મગજ સંદેશો મોકલ્યો પહેલા મગજ કે હું કામ નહીં કરું, આ સમય છે ખોરાક ખાવાનો? અને આવો ખોરાક ખાવા તો હશે? તો તરત આપણને ખાટા ઓડકાર આવે. લોડીંગ થાય. પેટ ફૂલી જાય, વગર કારણે ગુસ્સો આવે, અપચો થાય રોગ થવા, રાત્રે ઊંઘ ન આવવી વગેરે વગેરે ઘણું બધું શરૂ થઈ જાય. તો બંને મગજને શાંત પાડવા પડે અને આ શાંત પાડવા કોણ કામ આવે? આ વખતે યોગ આસન કામમાં આવે. આસન પ્રાણાયામ ધ્યાન થી શરીર અને મન બંને ની ગાડી પાટા પર લાવી શકાય છે.

આ લેખમાં મારે તમને ખાસ તો એ જણાવવું  હતું કે પહેલાં મગજની સાથે બીજા મગજનું પણ એટલું જ ધ્યાન રાખવું જોઈએ. જો બીજા મગજનું ધ્યાન બરાબર નહીં રાખીએ, તો એની ખોટી અસર ધંધા પર, કામ પર, સંબંધો પર, વ્યવહાર પર પડશે. આ બધા ક્ષેત્રમાં સફળતા નહીં મળે. હવે આગળના લેખમાં જણાવીશ કે બીજા મગજની સંભાળ માટે કયા આસન, પ્રાણાયામ, ધ્યાન કરવા જોઈએ. કંઈ પ્રકૃતિવાળા એ શું ખાવું, કેટલું ખાવું, કઈ ઋતુમાં કોણ શું ખાઈ શકે.

અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)