શરીરના કોઈપણ દુખાવાનો રામબાણ ઈલાજ યોગમાં

યોગ એ શરીર અને મન પર કામ કરતું વિજ્ઞાન છે. મન સારું તો શરીર સારું, ને શરીર સારું તો મન સારું. શરીર વિજ્ઞાન બહુ બહોળો વિષય છે. એમાં પણ શરીર વિજ્ઞાન સાથે યોગને સાંકળી લઈએ તો વધુ ઝડપથી પરિણામ મળે. યોગ એટલે 10/12 આસનો અને 5/6 પ્રાણાયમ આવડી જાય એટલે બધુ આવી ગયું એવું નથી. કોને કયા આસન કરાવવા, કયા પ્રાણાયમ કરાવાય, કઈ પ્રકૃતિ છે, એ બધું સમજીને યોગ કરાવવા જોઈએ.

જીવનશૈલી પણ એટલી જ અગત્યની છે. જો વ્યક્તિને ઊંઘ પૂરી ન થતી હોય અને આપણે એવો આગ્રહ રાખીએ કે યોગ તો સવારે જ કરવા જોઈએ, તો પરિણામ ઊંધું આવે. શ્રીમદ્ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે કે જે નિયમિત ખોરાક લે છે, નિયમિત ઊંઘ લે છે, આહાર અને વિહારનું પૂરતું ધ્યાન આપે છે તે જ યોગ સાધક બની શકે. હા જો અનિદ્રાની તકલીફ હોય તો એના માટે પણ આસન, પ્રાણાયમ છે જે નિયમિત કરવા જોઈએ. પરંતુ ખોટી આદતને કારણે મોડા સૂઈને મોડા ઉઠતા હોઈએ તો શરીર અને મન બગડવાની પૂરતી શક્યતા છે.

શરીર વિજ્ઞાનની વાત કરું તો આપણા શરીરમાં એક લાંબામાં લાંબી નર્વ હોય અને બહુ જ અગત્યના સ્થાન ઉપર એના જંકશન છે. જે આપણું સ્વાસ્થ્ય જાળવવામાં અગત્યનો ભાગ ભજવે છે. આ નર્વને Vagus Nerve કહેવામાં આવે છે. જે પાચનતંત્ર, હૃદયના ધબકારા, શ્વસનતંત્ર, Reflux Disease વગેરેને સંતુલનમાં રાખે છે. જેમકે ખાટા ઓડકાર આવવા, છીંક, ઉધરસ, ઊબકા-ઊલટી આવી એ Vagus Nerve નું સંતુલન ખોરવાય તો જ થતું હોય છે.

SGVP Holistic Hospital માં ઘણા દર્દીઓ એવા આવે છે કે બધા ટેસ્ટ કરાવે તો રિપોર્ટ નોર્મલ આવે પણ એમને નાની નાની ઘણી તકલીફો હોય. Vagus Nerve નું સૌથી મહત્વનું કાર્ય એ છે કે જે આંતરડા, યકૃત, હૃદય, ફેફસાં જેવા આંતરિક અવયવોની માહિતી મગજ સુધી પહોંચાડે છે. અને SNS ને PSNS ને કાર્યશીલ કરે છે.

જ્યારે SND એક્ટિવ થાય ત્યારે આપોઆપ Anxiety થવા માંડે, નાની વાતમાં રડવું આવે, શ્વાસ ટૂંકો થઈ જાય. એ વખતે જમણી નાસિકા બંધ કરી ડાબી નાસિકા થી શ્વાસની આવન-જાવન થાય તો વિચારોના વંટોળ ઓછા થઈ જાય. વિચારોના વમળ ઓછા થતા, મગજમાં થોડી સ્પષ્ટતા થવા માંડે કે કેટલું સાચું, કેટલું ખોટું અને પછી ધ્યાનમાં બેસવાથી PSN એક્ટિવ થાય છે.  હેપીનેસ હોર્મોન્સ એકટીવ થતાં જીવનના પ્રશ્ન એ જ હોય પણ તેને જોવાનો અભિગમ બદલાઈ જાય છે.

Vagus Nerve ને એક્ટીવ કરવા માટે સંતુલન કરવું ખૂબ જરૂરી છે. જે નર્વ મસ્તિષ્ક માંથી નીકળીને નાભીમાં થઇને મુલાધાર સુધી જાય છે. નાભિ મુખ્ય junction (station)છે. ત્યાં જો ગાડી બગડે તો આખા શરીરમાં ક્યાંક ને ક્યાંક તોફાનો ફાટી નીકળે. ક્યાંક સોજા, ક્યાંક ઇન્ફેક્શન, ક્યાંક દુખાવા વિગેરે વિગેરે. Vagus Nerve ની ગાડી ક્યારેય બગડે નહીં એવું કેવી રીતે બની શકે. અમુક આસનો જેમ કે અપાન સંતુલન, ઉડ્ડિયાનબંધ, ભુજંગાસન, સર્વાંગાસન, શીર્ષાસન.

શરીરના કોઈપણ દુખાવા મટાડવા માટે vagus nerve ને એક્ટીવ કરીએ તો ઘણા સારા પરિણામો મળ્યા છે. આગલા લેખમાં vagus nerve વિશે વિગતે વાત કરી જ છે. દુખાવા મટાડવા નવશેકું પાણી દિવસના 6/8 ગ્લાસ પીએ તો પેઇનકિલરનું કામ કરે છે. સાથે જો એક ઉપવાસ કરવામાં આવે એકલું લિકવીડ લેવાય એટલે કે છાસ, લીંબુ શરબત, વેજીટેબલસૂપ, મગનું પાણી, ચા, કોફી, દૂધ, દાળનું પાણી તો ઉત્તમ પરિણામ મળશે. માત્ર એટલું જ ધ્યાન રાખવાનું કે Milkshake ન લેવાય એ વિરુદ્ધ આહાર થયો ગણાશે.

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]