Vagus Nerve ને ઉત્તેજીત કરવા “ગટ બેલેન્સિંગ” શ્રેષ્ઠ ઉપાય

માણસના મનની ખાસિયત એ છે કે એક જ સમયે એક જ બાબત પર ફોકસ કરી શકે છે. પછી એ સુખ આપતી બાબત હોય, કે દુઃખ આપતી ઘટના હોય. કહેવાય છે કે માણસનું મન ચંચળ હોય છે. એક જગ્યાએથી કૂદકો મારી બીજી જગ્યાએ, બીજી થી ત્રીજી કે અન્ય જગ્યાએ ફર્યા કરે છે. આમ છતાં માણસનું મન એક સમયે એક જગ્યાએ જ હોય છે. આ સ્થિરતા સેકન્ડના સૌ માં ભાગની પણ હોઈ શકે. આ સ્થિરતા સુખ આપતી બાબતો પર પણ હોઈ શકે છે અથવા તો દુઃખ પેદા કરતી ઘટના પર પણ હોઈ શકે. મન દુઃખ પર કે દુખાવા પર વધારે સમય સુધી સ્થિર થાય ત્યારે શરીર રોગી બને છે, માંદુ બને છે. દુઃખ એ મનની પીડા છે અને દુખાવો એ શરીરની પીડા છે.

જ્યારે Sympathetic Nerve સક્રિય થાય છે ત્યારે દુખાવો, ચિંતા, ઉદ્વેગ, હતાશા આ બધું પેદા થાય છે. અને જ્યારે Para Sympathetic Nerve સક્રિય થાય છે ત્યારે આનંદ, પ્રસન્નતા, સુખ, ચૈનનો અનુભવ થાય છે.

Para Sympathetic Nerve ની સક્રીયતામાં Vagus Nerve ની મુખ્ય ભૂમિકા રહેલી છે. દુઃખ, પીડા, ઉદાસીનતા, ચિંતામાંથી મુક્ત થવું હોય તો આ Vagus Nerve ઉપર Focus વધારવું પડે. Vagus Nerve ઉત્તેજીત કરવા માટે યોગ ખૂબ જ સહાયક થાય છે. કેટલાંક વિશેષ પ્રકારના આસનો, પ્રાણાયામ, મેડીટેશન ઉપરાંત એક યૌગિકક્રિયા (ગટબેલેન્સિંગ) મદદરૂપ થાય છે.

શું છે Vagus Nerve?

આરોગ્ય શાસ્ત્રમાં એક શ્લોક છે- મૂળ આધારલ એટલે કે જેનું મૂળ મસ્તિષ્કમાં છે અને તેની શાખા પ્રશાખા સમગ્ર શરીરમાં ફેલાઇ એટલે શરીરમાં ફેલાયેલા જ્ઞાનતંતુઓનું મુખ્ય મથક મસ્તિષ્ક છે. આધુનિક વિજ્ઞાનના મત અનુસાર શરીરની સૌથી લાંબી નર્વ Vagus Nerve ના નામે ઓળખાય છે. જેનો પ્રભાવ Brain, Heart, Lungs, Digestive System પર હોય છે, ગટ એટલે પાચનતંત્ર. Vagus Nerve સાથે પાચનતંત્રના અવયવો પણ જોડાયેલા છે. આ Vagus Nerve નાભિ પરીસર માંથી પસાર થાય છે. Vagus Nerve ને Simulate કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે “ગટ બેલેન્સિંગ”.

“ગટ બેલેન્સિંગ” શું છે?

ગટબેલેન્સિંગ એટલે નાભિ પરિસર પર કરવામાં આવતો એક વિશેષ પ્રકારનો યૌગીક ઉપચાર. આ યોગિક ઉપચારથી vagus nerve ઉત્તેજિત થતા para sympathetic nerve સક્રિય થાય છે. પરિણામે સુખ,આનંદ, પ્રસન્નતાની અનુભૂતિ થાય છે, (પ્રસન્ન ઇન્દ્રિયમનઃ સ્વસ્થ ઈતી અભિધીયતે).

શા માટે જરૂરી છે “ગટ બેલેન્સિંગ”?

જો આપણું મન પ્રસન્ન હોય, આપણી ઇન્દ્રિયો સુચારુ રૂપથી કામ કરતી હોય અને આપણો આત્મા પ્રસન્ન હોય, તો શરીરના ત્રણેય દોષો- કફ, પિત્ત અને વાયુ સંતુલનમાં રહે છે. તેમજ શરીરની સાત ધાતુઓ– રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર, શરીરના તેર અગ્નિઓની સાથે પંચમહાભૂતના પાંચ તત્વો અને શરીરનું ઉત્સર્જન તંત્ર આ બધું પણ સંતુલનમાં રહે છે. આ બધું સંતુલિત રહે ત્યારે આપણે સ્વસ્થની વ્યાખ્યામાં આવી શકીએ.

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]