યોગાઃ સ્મિત સાથે હંમેશાં આત્મવિશ્વાસથી ઝળહળો

મહિલા દિને પાંચ મહત્ત્વની ટિપ્સ:

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. સંયુક્ત રાષ્ટ્રએ આ વર્ષ માટે જે થિમ જાહેર કરી છે, એ છે – જેન્ડર ઇક્વાલિટી (જાતિ સમાનતા). મહિલાઓના હકની અનુભૂતિ. આજની આ કોલમમાં હું સૌથી વધુ પાંચ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરું છું.

1. તમારું મૂલ્ય તમે જાતે ઓછું ના આંકો

આપણે જે અનુભવીએ છીએ એ બીજાને કહીએ છીએ અને આપણે જે અનુભવીએ છીએ એની જ વાત આપણે કરવી જોઈએ, જેથી જે લોકો પોતાના પર દયા ખાતા હોય કે નકારાત્મક વિચારતા હોય તેમને એ વાતો પ્રેરણા આપે અને સકારાત્મક બનાવે. સકારાત્મક બનો અને સ્મિત કરો. જો તમે તમારી જાતમાં વિશ્વાસ ધરાવશો તો અન્ય લોકો પણ તમારામાં વિશ્વાસ ધરાવશે.

પ્રેક્ટિસ:

 • મનમાં અપરાધભાવ રાખ્યા વિના દરરોજ થોડી મિનિટો તમારી જાત સાથે ગાળો.
 • એકલા ચાલવા જાઓ
 • નાહતી વખતે ગીત ગણગણો
 • એક કપ ચા પીઓ (એકલા)
 • જીવનનું મૂલ્યાંકન કરો, લક્ષ્ય તરફ આગળ વધો અને ફરી એક વાર તાલ મિલાવો

2. આત્મવિશ્વાસુ અને હકારાત્મક બનો

સંસ્કૃત કહે છે, સંશયા आत्मा विनश्यति નો અર્થ એ છે કે એ વાર જે આત્મવિશ્વાસ ગુમાવે તે સર્વસ્વ ગુમાવે છે, એક મહિલા તરીકે આપણે આપણી ક્ષમતાઓ સામે શંકા કરીએ છે, નિર્ણય તમે જાતે લો અથવા બીજાને તમારા માટે નિર્ણય ના લેવા દો. ક્યારે એવી સ્થિતિમાં એવું માનીએ છીએ કે આપણે બીજા કરતાં ઓછા સક્ષમ છીએ અથવા આપણે સ્વતંત્રપણે વિચારી શકતા નથી. આ નિર્ણય લેવાની અસમંજજતાને લીધે અથવા નબળાઈને લીધે આપણે આપણી પૂરેપૂરી સંભવિત ક્ષમતાઓનો ઉપયોગ કરી શકતા નથી. તમારી સુંદરતા કે સફળતાનું મૂલ્યાંકન અન્યને ના કરવા દો. મહત્ત્વનું એ છે કે તમે તમારી જાતને સલામત અનુભવો અને તમે ખુશ છો એ તમારી ચમકીલી ત્વચા વડે છલકવી જોઈએ. તમારી ક્ષમતાઓમાં વિશ્વાસ રાખો. તમારા દિલનું સાંભળો અને કોઈ પણ ડર વગર તમારા સપનાને સાકાર કરવા પ્રયત્ન કરો

પ્રેક્ટિસ:

 • તમારા દિલોદિમાગથી તમારા તનને મજબૂત બનાવો. તમારા શરીરને સ્ફૂર્તિલું રાખવા ફિટનેસ પ્રોગ્રામ અથવા યોગા ક્લાસમાં જાઓ, જેથી સ્વસ્થ મન અને તન તમને આત્મવિશ્વાસથી છલોછલ રાખશે
 • નકારાત્મક કે અણગમતી વ્યક્તિઓને નજરઅંદાજ કરો, અથવા તમારી ટીકા કરવાવાળાને અવગણો
 • દરરોજ ફ્ક્ત પાંચ મિનિટ ધ્યાન કરો

3. જાતને પૂછો તમારે શું કરવું છે?

ગુજરાતીમાં એક કહેવત છે કે માગ્યા વિના તો મા પણ ના પીરસે. જેનો અર્થ એ છે કે જ્યાં સુધી આપણે ખૂલીને કહીશું નહીં અને આપણી ઘર પાસેથી શી અપેક્ષા છે, ત્યાં સુધી આપણને કાર્યસ્થળે કે ઘરે કોઈ આપશે નહીં.

આપણે વારંવાર કંઈક પૂછવામાં સંકોચ અનુભવતા હોઈએ છે કે ખોટું લાગી જશે તો? આપણને આપણી પ્રતિભા, ક્ષમતા કે ટેલેન્ટ પર વિશ્વાસ નથી ધરાવતા, જેથી આપણે બીજાને આપણી લાગણી સાથે રમવા દઈએ છીએ અને બીજાના સુખે સુખી થવાની મંજૂરી આપીએ છીએ.

આપણે સતત મનમાં ને મનમાં દુખી થઈને સહન કરીએ છીએ અથવા આપણું શોષણ થવા દઈએ છીએ અથવા માની લઈએ છીએ આપણે જાત સાથે સમાધાન કરી લઈએ છીએ. ભલે આપણે સંવેદનશીલ વ્યક્તિઓથી ઘેરાયેલા હોઈએ, પણ આપણે શું ઇચ્છીએ કે આપણે શું કરવા માગીએ છીએ એ આપણે કહી શકતા નથી. આપણે આપણા વિચારોને સ્પષ્ટ વ્યક્ત કરવાની જરૂર છે કે આપણે શું ઇચ્છીએ છીએ? હિંમત કરો, બોલો, યાદી બનાવો તમે તમારી આસપાસની વ્યક્તિઓને કઈ રીતે મદદ કરી શકો છો, એ કહો.

પ્રેક્ટિસ:

 • જમ્યા પછી ટેબલ સાફ કરવા માટે બાળકોને મદદ કરવા માટે કહો અને તેમનું હોમવર્ક તેમની જાતે કરે એ માટે તેમને સ્પષ્ટ કહો.
 • કાર્યસ્થળે તમારી સાથે યોગ્ય વર્તન માટે કહો અને તમને તમારા પુરુષ સાથીદાર જેટલો એકસરખો પગાર ચૂકવવા કહો. આના પરિણામોથી તમને સાનંદાશ્ચર્ય થશે.

4. જોખમો લેવા હંમેશાં તૈયાર રહોઃ

કાર્યસ્થળે તમારી ક્ષમતાને ઓળખો અને હંમેશાં સર્જનાત્મક અને સકારાત્મક વિચારો અને કંઈક નવું કરો. આ સાથે રૂટિન કરતાં આગળ કઈ રીતે વધવું એ વિચારો. આપણે  બધું ‘ચાલશે’વાળો અભિગમ બદલો. ચાલશે વાળો અભિગમ કામમાં વેઠ ઉતારવાવાળો છે. માટે તમારા શ્રેષ્ઠ પ્રયાસો કરો અને હંમેશાં ખુશમિજાજમાં રહો. અને હંમેશાં કંઈક નવું શીખવાનો કે નવો ચીલો ચાતરવાનો અને સમસ્યાનું સમાધાન માટે તમામ પાસાનો વિચાર કરો.

પ્રેક્ટિસ:

 • તમારા રસરુચિનું અને વ્યાવસાયિક લક્ષ્યાંકોનું એક લિસ્ટ બનાવો.
 • દર મહિને ઓછામાં ઓછી એક નવી વસ્તુ અજમાવવાનું રાખો, એવું કંઈક કે તમે જેનો પ્રયત્ન કરવા માટે મનમાં ડરતા હો અથવા ક્યારેય કર્યું જ ના હોય, એ કરવા પ્રયાસ કરો. જો તમને એ કાર્ય કરવામાં ઉચાટ કે ગભરાટ થતો હોય તો જાતને સવાલ પૂછો કે (નિષ્ફળ ગયા) તો શું? ગંભીર બનો અને તમારાં સપનાં પૂરાં કરવા ફરી પ્રયત્નો કરો.
 • યાદ રાખો. ડર કે આગે જીત છે. હિંમતની કિંમત છે.

5 . નેટવર્ક:

આપણે આપણો ઘણો સમય અને શક્તિ આપણને ‘સંપૂર્ણ’ (પરફેક્ટ) બનાવવા માટે વેડફીએ છીએ… જેમ કે આપણે કેવા લાગીએ છે, આપણા સુંદરતા વિશેના વિચારો, બોડી લેન્ગવેજ, સફળતા, મિડિયાની ઇમેજ અથવા લોકો શું કહેશે કે વિચારશે એનાથી ઘેરાયેલા રહીએ છીએ. આપણાં શોખ, સપનાંઓ કે પછી આપણી લાગણીઓને દૂર હડસેલી કે મનમાં દબાવીને આપણું મોટા ભાગનું જીવન બાળકો ઉછેર, સામાજિક વ્યવહારોમાં કે કાર્યસ્થળની આંટીઘૂંટીમાં કે પછી માતા-પિતા કે સાસુ-સસરાની સેવામાં જતું રહેતું હોય છે. આપણે દરેક સમયે એવું વિચારતા હોઈએ છીએ કે બધા માટે સારું કરીએ, પણ આને લીધે અન્યોની અપેક્ષા વધી જાય છે અને માટે જ આપણે ભાગે હતાશા જ આવે છે અને નિરાશ થઈ જઈએ છીએ. ક્યારેક આપણે એકલતા પણ અનુભવે છીએ. ક્યારેક આપણે બધા તરફથી વધુપડતું દબાણ પણ અનુભવતા હોઈએ છીએ.

પ્રેક્ટિસ:

 • તમારા સમાજ, જ્ઞાતિમાં વધુ સક્રિય બનો અને સામાજિક કાર્યમાં રસ લો.
 • તમારી મનગમતી પ્રવૃત્તિ કરો અથવા તમને પસંદ હોય એવા કાર્ય માટે સ્વૈચ્છિક સેવા આપો, જેથી તમે બીજા સાથે હળીભળી શકો.
 • દરેક સપ્તાહે જે તમને પ્રોત્સાહિત કરી શકે એવા તમારા અંગત મિત્ર, સહેલી કે સગાંને ફોન કરો.

મારી કોલમને અનુસરતા પુરુષો માટે, કાર્યસ્થળે કે ઘરે અહીં મહિલાઓને મદદ કરવા માટે અહીં બે ટિપ્સ આપી છે.

1 સારા રોલ મોડેલ બનો. મહિલાઓનાં કાર્યની પ્રશંસા કરો અને તમારા વર્તન-વાણીથી જ નહીં પણ શબ્દોથી તમે તેમની સરાહના કરો.

2 મહિલાઓને સાંભળો, સમજો અને સંભાળ રાખોઃ મહિલાને સહાયક થાઓ, તમારા જીવનમાં આવેલી મહિલાની પડખે (દરેક વખતે) ઊભા રહો.

પ્રેક્ટિસ:

 • તમારી માતા, શિક્ષક, પત્ની, દીકરી સાથે દરરોજ ઓછામાં ઓછી પાંચ મિનિટ તો વાત કરો જ અને તેમને કહો કે તમારા જીવનમાં તેમનું શું મહત્ત્વ છે.
 • તેમનાં સપનાં પૂરાં કરવા તમે શું કરી શકો છો, એ તેમને પૂછો? તેમની પડખે ઊભા રહો.
 • તમે ફૂલ આપીને, મેસેજ કરીને કે નાની ભેટ આપીને પ્રોત્સાહિત કરી શકો છો
 •  તમારું ટેબલ સજાવીકે, તમારો બેડ વ્યવસ્થિત કરીને કે નાસ્તો કે ભોજનમાં બનાવવામાં તેમની મદદ કરી શકો છો
 • જીવનમાં બનતા દરેક નાના-મોટા બનાવો કે કામની વહેંચણી તેમની સાથે નવા વિચારોનું આદાનપ્રદાન કરો.
 • તમારી આસપાસના લોકોનું સન્માન કરો અને માન જાળવો.

સખીઓ અને સહેલીઓ આજે આપણે મહિલાઓનો દિવસ ઊજવીએ છીએ, પણ દરેક દિવસ આપણો આનંદમાં વીતે એ માટે તમારા પોતાના શ્રેષ્ઠ મિત્ર બનો. પોતાની જાતે પ્રોત્સાહિત થાઓ. જો તમે ઓર્ગેનાઇઝેશનમાં હેડ છો અથવા કાર્ય સ્થળે મહત્ત્વના નિર્ણય તમે લો છો, નીતિઓ તમે બનાવો છો તો તમે જાતિ સમાનતાને આધારે પરિવર્તન લાવો. તમારી આસપાસના લોકોને પ્રોત્સાહિત કરો. અહીં તમને અમારા વતી મહિલા દિવસની શુભકામનાઓ.

મહિલાઓ માટે બે યોગાસનઃ

બટરફ્લાય પોઝઃ

જમીન પર બેસો. બંને પગને લાંબા કરો. ધીમેથી તમારા બંને પગને ઘૂંટણેથી વાળો અને બંને પગના તળિયાને એકબીજા સાથે જોડી દો. ઘૂંટણને બંને બાજુએ ફેલાવા દો. તમારા બંને પગને બંને હાથ વડે પકડી રાખો. આંખો બંધ કરો અને આ પોઝમાં રહીને શ્વાસોચ્છવાસ કરતા રહો. શ્વાસ અંદર લેવા, બહાર કાઢવાની ક્રિયાને 12 વખત કરો. પોઝને હળવો કરો અને બંને પગને છૂટા કરીને ફરી લાંબા કરી દો.

આ પ્રેક્ટિસથી આંતરિક અવયવોને બળ મળશે. ગર્ભાવસ્થા વખતે આ આસન કરવાનું લાભદાયી છે.


પગને દીવાલ ઉપર લંબાવોઃ

કોઈ પણ દીવાલ પાસે બેસો. ધીમે ધીમે પગને દીવાલની ઉપર લંબાવો. શરીરને જમીન પર જ રાખો. તમારા હાથને બંને પડખે રાખો. હથેળીઓને આકાશ ભણી ખુલ્લી રાખો. આંખો બંધ કરો. શ્વાસોચ્છવાસ લેતા રહો, ચહેરાને હળવો રાખો. આ સ્થિતિમાં પાંચથી સાત મિનિટ સુધી રહો.

આ પ્રેક્ટિસથી શરીરને આરામ મળે છે, નર્વસ સિસ્ટમ ચેતનવંતી થાય છે અને મન શાંત થાય છે.

(સુજાતા કૌલગી )

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]