શું તમે શરીર અને મનથી સ્વસ્થ છો?

સ્વસ્થ છો ને તમે? એમ કોઈ પૂછે એનો અર્થ કે તમે શરીર અને મનથી સ્વસ્થ છો? મન શાંત-પ્રફુલ્લિત છે? શરીર નિરોગી છે? પણ આ મન અને શરીર બંને સાથે સ્વસ્થ કેવી રીતે રહે? તો એનો જવાબ છે “આયંગર યોગ”. આસન અને પ્રાણાયામ થી શરીર શુદ્ધ થાય, શરીરની અંદરના અવયવો ના કાર્યક્ષમતામાં વધારો થાય, મન શાંત રહે, ચિંતા – સ્ટ્રેસ – anxiety દૂર થાય. અહીં એક ઉદાહરણ આપવું છે, પેટ અને મન બન્ને સાથે સંકળાયેલા છે. પેટ બગડે પાચન ખોરવાય  એટલે મન પણ બગડે , ગુસ્સો આવે , અકળાઇ જવાય , આળસ આવે પરંતુ  જેનું પાચન સારું એની સ્ફૂર્તિ સારી પાચન સારું એનું મન શાંત.

એક વૈજ્ઞાનિકે  આ વિષય પર પ્રયોગ કરે છે એ વિશે વાત કરીએ વૈજ્ઞાનિક નું નામ છે પાવલ્લોવ. મનની અસર શરીર ની અંદર કેવી રીતે થાય છે એના માટે એક ઓરડામાં આધુનિક સાધનો ગોઠવવામાં આવ્યા. જેનાથી  જે એ મશીન પાસે હોય એના શરીર ની અંદર અવયવોમાં સ્ત્રાવ કેવો થાય છે એ વૈજ્ઞાનિક ને ઓરડા ની બહાર પરદા પર દેખાય .

બધું ગોઠવાઇ ગયા પછી એક બિલાડી ને ઓરડા ની અંદર લઇ જઈ એક ખૂણામાં બાંધી દીધી અને માણસ બહાર જતો રહ્યો બહારના પડદા પર બિલાડી દેખાય અને એની અંદર ના જે સ્ત્રાવ થતા હોય તે બધું દેખાય બિલાડી આજુબાજુ જોતી  કે મને કેમ બાંધે છે? જોયું તો કોઈ નથી એારંડામાં એટલે ત્યાં જ બેસી ગઈ, અંદરના સ્ત્રાવ નોર્મલ હતા ત્યાં એક માણસ બિલાડીનું ભાવતું ભોજન-આખી થાળી ભરીને અંદર આવ્યો બિલાડી ભાવતું ભોજન જોઈ ઊભી થઈ ગઈ કે આ તો મારા માટે જ છે બહાર પડદા પર દેખાયું કે બિલાડી ખુશ થઈ ગઈ તો સ્ત્રાવ વધારે સારી રીતે વહેતા હતા થાળી બિલાડી ની નજીક ખરી પણ પહોંચી ન શકે એટલી દૂર મૂકી, બાંધેલી બિલાડી ગમે તેટલો પ્રયત્ન કરે પણ ખોરાક સુધી પહોંચી ન શકી એટલે ઉદાસ થઈ ગઈ સ્ત્રાવ પણ ઓછા થઈ ગયા અને 10 મિનિટ પછી પાછો એ માણસ આવ્યો ને થાળી લઇ ગયો, બિલાડી વિચારે- અરે મેં ખાધું જ નથી હું ભૂખી છું ના લઈ જાઓ ઉદાસ મન થઈ ગયું, એના શરીરના સ્ત્રાવ ઓછા થવા લાગ્યા, પાછું દસ મિનિટ પછી એ માણસ આવ્યો ને સાથે મોટો ડાઘિયો કૂતરો લાવ્યો બિલાડી તો ઊભી જ થઈ ગઈ કે ખોરાક તો મને મળ્યો નહીં ને ડાઘિયો કુતરો મને ખોરાક ન બનાવી દે, બહાર વૈજ્ઞાનિકે બિલાડીની અંદરના સ્ત્રાવ જોયા તો સાવ બંધ પડી ગયેલા,કેમ? કારણ કે એ ડરી ગઈ, ગભરાઈ ગઈ, એની અસર તેના શરીર ઉપર પડી.

આવું જ આપણા (માણસના) શરીરમાં થાય છે મનના વિચારોની અસર શરીર પર સીધી પડે છે .જો ડરી -ગભરાઈ જઈશું તો પાચન મંદ પડી જશે ,પાચન મંદ પડશે  અને ખોરાક ખાધા રાખીશું તો માંદા જલ્દી પડીશુ

જો ઉદાસ રહીશું તો પણ શરીરના અવયવોની કાર્યક્ષમતા ખોરવાશે પણ જો ખુશ રહીશું તો શરીરનુ તંત્ર બરાબર કામ કરશે હવે આ ખુશ કેવી રીતે રહેવું સતત આનંદ ની અનુભૂતિ કેવી રીતે કરવી તો એનો જવાબ છે “આયંગર યોગ”. એમાં પણ સાધનો સાથે યોગ કરવાથી શરીર અને મન પર સારી અસર પડે છે.

તમે ઉદાસ છો, ચિંતિત છો -લાકડી સાથે ના આસન કરો, સુપ્ત બદ્ધકોણાસન કરો, હાથ સીધા રાખી આગળ પાછળ તાલી પાડવાની વીરભદ્રાસન 2 અને પ્રાણાયમ.

અંદરના આત્મવિશ્વાસને જગાડીને inner strength વધશે તો ઇનર હેપીનેસ વધશે અને જ્યારે હેપીનેસ જીવનમાં હોય ત્યારે સાચા અર્થમાં સ્વસ્થ છીએ એવું કહેવાય પરિસ્થિતિ કોઈ પણ હોય પણ તો પણ હકારાત્મક પ્રતિભાવ સાથે મુશ્કેલીને જોઈએ તો આનંદની સ્થિતિ જળવાય. અત્યારના આ મહામારીમાં ઉદાચીનતા ચિંતા ડરી જવાને બદલે આયંગર યોગ કરી મનોબળ મજબૂત કરીએ અને સ્વસ્થ રહીએ.

  • હેતલ દેસાઇ 

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગ લેક્ચર્સ આપી ચૂક્યા છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]