વિક્રમ સંવત 2075માં ધન રાશિનું વાર્ષિક ભવિષ્ય

ધન:

ધન રાશિના જાતકોએન સમય દરમ્યાન અનેક બદલાવ અનુભવવા પડી શકે છે. તમે અત્યારે ઘણા નિશ્ચિત દાયરામાં રહીને કાર્ય કરી રહ્યા હોવ તેવું બની શકે. મન અને શરીર બંનેને બિલકુલ નવા અભિગમથી આગળ લઇ જવું પડે તેવું બની શકે. સામાજિક અને આર્થિક બાબતોમાં પણ પરિસ્થિતિ તમારી ઈચ્છા મુજબ બદલાય નહિ તેવું બની શકે. આ બધાના મૂળમાં શનિદેવનું આ રાશિમાં ભ્રમણ છે. શનિદેવનું ભ્રમણ નિશ્ચિત રીતે તમારા જીવનને આ વર્ષે બદલશે.

તમારું મન એક નિશ્ચિત અભિગમ અને ધારણાનું ગુલામ બની જાય નહિ તેનું ધ્યાન રાખવું પડશે. વર્ષ દરમ્યાન તમારી પાસે અનેક તક આવી શકે, પરંતુ નબળા મન અને ખોટા ડરને લીધે અનેક તકો હાથમાંથી જાય તેવું પણ બને. માર્ચ ૧૯ પહેલા મોટા કાર્ય હાથમાં લઇ શકાય. માર્ચ ૧૯ પહેલા કોઈ બદલાવ કે નોકરીની તકો સર્જાય તો તેના પર સકારાત્મક વિચાર કરવો.

લગ્ન માટે ઉત્સુક જાતકોને માર્ચ ૧૯ પહેલા શુભ પ્રસંગ બાબતે નિર્ણય લઇ લેવો જરૂરી બનશે. અથવા ઓગષ્ટ ૨૦૧૯ પછીનો સમય લગ્ન બાબતે તેમને શુભ ફળ આપી શકે. સ્વાસ્થ્ય બાબતે વર્ષ મધ્યમ ફળદાયી રહેશે. સ્વાસ્થ્ય બાબતે વર્ષ મધ્યમ છે, રોગ જલ્દી જાય નહિ, તેવું બની શકે. અષ્ટમ ભાવે રાહુ પણ સ્વાસ્થ્ય બાબતે સજાગ રહેવા સુચન કરે છે

નીરવ રંજન