ધોનીની સિક્સર જોઈને વિરાટ થયો ચકિત…

રવિવાર, 9 જૂને લંડનના ઓવલ મેદાન પર ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ટીમના સૌથી અનુભવી ખેલાડી, ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીને ફટકાબાજી કરતો જોવા મળ્યો. એમાંય એણે ડીપ સ્ક્વેર લેગ પર ફટકારેલી એક સિક્સર જોઈને કેપ્ટન વિરાટ કોહલી પણ અચંબામાં પડી ગયો હતો અને જાણે એમ કહેતો હતો કે ‘માહી આ શોટ તેં કેવી રીતે માર્યો.’