સ્ટ્રોબેરી કુલ્ફી

સામગ્રીઃ સ્ટ્રોબેરી 15-20 નંગ, સાકર 100 ગ્રામ, એલચી પાવડર ½  ચમચી, ક્રીમવાળું દૂધ 1 લિટર, કાજુ-બદામ 10-15 નંગ

રીતઃ સ્ટ્રોબેરીને પાણીથી ધોઈને પાણી સૂકાય એટલી કોરી કરી દો. હવે એમાંથી અડધી સ્ટ્રોબેરીના નાના ટુકડા કરી લો. અને બાકીની સ્ટ્રોબેરીને મિક્સીમાં બારીક પીસી લો.

એક જાળા તળિયાવાળી કઢાઈમાં દૂધ ગરમ કરવા મૂકો. એક ઊભરો આવે એટલે લાંબા ઝારા વડે કઢાઈમાં તળિયા સુધી દૂધ હલાવતાં રહો, જેથી દૂધ ચોંટી ન જાય. કિનારેથી મલાઈના થર પણ ઝારા વડે કાઢીને દૂધમાં મિક્સ કરતાં જાવ. દૂધ અડધું થાય એટલે ગેસ પરથી ઉતારીને ઠંડું કરવા મૂકી દો.

દૂધ ઠંડું થાય એટલે એમાં સ્ટ્રોબેરીના ટુકડા તેમજ પલ્પ ઉમેરી દો. સાથે કાજુ-બદામના બારીક પીસ કરીને એ પણ ઉમેરી દો.  કુલ્ફીનું મિશ્રણ તૈયાર છે.  હવે કુલ્ફી કન્ટેનર અથવા અન્ય કોઈ કન્ટેનરમાં મિશ્રણ ઉમેરી 7-8 કલાક માટે ફ્રીજરમાં જમાવવા માટે મૂકી દો.

8 કલાક બાદ સ્વાદિષ્ટ કુલ્ફી તૈયાર છે!!