રવાના શીરામાં કેળાં નાખી તો જુઓ!!

શીરો બનાવતાં પહેલાં 1-2 પાકાં કેળા લઈ તેમાં થોડું દેશી ઘી નાંખી કેળાંનો છુંદો અથવા બારીક ટુકડા કરી બાજુએ રહેવા દો.

હવે રવાને ઘીમાં હલકો ગુલાબી શેકો. થોડીવાર પછી કેળાંનો છુંદો/ટુકડા એમાં ઉમેરી મિક્સ કરી કેળાં ઓગળે ત્યાં સુધી શેકો. પછી દૂધ તેમજ પાણી નાખીને ધીમી આંચે થોડીવાર શીરો થવા દો. ત્યારબાદ તેમાં સાકર ઉમેરી, એલચી-જાયફળનો પાવડર નાંખી દો. ફરીથી શીરામાં ઘી છૂટે ત્યાં સુધી ધીમી આંચે શીરો થવા દો. શીરો તૈયાર થાય એટલે કાજુ-બદામની કાતરી ઉપર સજાવી દો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]