અજમાવોઃ પૌંઆની કટલેસ…

પૌંઆને બે વખત પાણીથી ધોઈને પાંચેક મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો. પછી ચાળણીમાં પાણી નિતારી લો.

હવે નિતારેલા પૌંઆમાં એક બાફેલું બટેટું છુંદીને તેમજ ઝીણાં સુધારેલાં મિક્સ વેજીટેબલ્સ (ફણસી તેમજ લીલાં વટાણાં બાફી લેવા), એક કાંદો ઝીણો સમારેલો (જો નાખવો હોય તો), ગરમ મસાલો, લાલ મરચાંનો પાવડર, આદુ-મરચાંની પેસ્ટ, આમચૂર પાવડર, ઝીણી સમારેલી કોથમીર તેમજ મીઠું સ્વાદાનુસાર ઉમેરીને મિક્સ કરી દો. અને કટલેસનો આકાર આપીને પેનમાં થોડું તેલ નાંખીને કટલેસ સાંતડી લો.