ઈન્સ્ટન્ટ રેસિપી નાની-મોટી ઉજવણીમાં પણ મઝાની…

સામગ્રીઃ 2-3 કાંદા, 2 ટમેટાં, 1 સિમલા મરચું, આદુ-મરચાં તેમજ લસણની પેસ્ટ, લાલ મરચાં પાવડર, હળદર, ધાણાજીરૂં, મીઠું સ્વાદ મુજબ, પાંઉભાજીનો મસાલો,  બટર અથવા તેલ, જીરૂં તથા હીંગ વઘાર માટે, 4-5 પાંઉ બે સ્લાઈસમાં કટ કરેલાં.

એક મોટા તવામાં બટર અથવા તેલ ગરમ કરી જીરા તેમજ હીંગનો વઘાર કરો. આદુ-મરચાં તેમજ લસણની પેસ્ટ સાંતડીને ઝીણાં સમારેલાં કાંદા તેમજ ટમેટાં ઉમેરીને બરાબર સાંતડી દો અને બધાં મસાલા ઉમેરીને 2-3 મિનિટ સુધી થવા દો, પછી ઝીણું સમારેલું સિમલા મરચું ઉમેરીને સાંતડો. હવે થોડું પાણી ઉમેરીને મિશ્રણને થવા દો એટલે કાંદા-ટમેટાં નરમ થઈને મસાલો એમાં એકરસ થશે. પાણી થોડું સૂકાય એટલે બધું મિશ્રણ તવાની એકતરફ કરી દો અને વચ્ચે એક ચમચી બટર નાખીને બંન્ને તરફથી પાંઉને શેકી લો (પાંઉને કડક પણ કરી શકો છો). હવે એક ચમચીથી મિશ્રણને પાઉંની સ્લાઈસ ઉપર લગાડીને તવામાં થોડું શેકીને ઉતારી લો. આવી જ રીતે બાકીનાં પાંઉ પણ તૈયાર કરી લો.

એક પ્લેટમાં તૈયાર કરેલાં બધાં પાંઉ મૂકીને ઉપર થોડાં ઝીણાં સમારેલાં કાંદા તેમજ કોથમીર સજાવી દો. ઉપર ચીઝ ખમણીને નાખી શકો.