બટેટાનું અથાણું

ધારો કે અચાનક ઘરે મહેમાન આવવાના હોય તો આ અથાણું તાત્કાલિક બનાવી શકાય છે. ઘરે કોઈ મોટી પાર્ટીનું આયોજન હોય તો પણ વાનગીમાં નવીનતા લાવે છે. ઉપરાંત, આ અથાણું હેલ્ધી તેમજ સ્વાદિષ્ટ પણ છે.

સામગ્રીઃ

 • બાફેલાં બટેટા 4-5
 • કાકડી 1
 • 2-3 લીલાં ભાવનગરી મરચાં
 • કાંદો 1 (optional)
 • લીંબુ 1
 • લીલું સિમલા મરચું 1
 • મીઠું સ્વાદ મુજબ
 • કોથમીર ધોઈને સુધારેલી 1 કપ
 • કાળાં મરી 7-8 દાણા
 • 3-4 ટે.સ્પૂન તલ
 • 3 ટે.સ્પૂન  શિંગદાણા
 • 1  ટી.સ્પૂન રેડ ચિલી ફ્લેક્સ
 • 2 ટે.સ્પૂન રાઈનું તેલ
 • મેથીના દાણા 1 ટી.સ્પૂન

રીતઃ બટેટાને બાફીને ચોરસ ટુકડામાં કટ કરી લો. શિંગદાણા તેમજ તલને શેકીને અધકચરો ભૂકો કરી લો. ભાવનગરી મરચાંને ગોળ સુધારી લો. કાકડી તેમજ સિમલા મરચાના નાના ચોરસ કટકા કરી લો. કાળાં મરીને અધકચરા વાટી લો.

એક બાઉલમાં સુધારેલાં બટેટા લો. એમાં સુધારેલાં મરચાં, કાકડી, સિમલા મરચું, કોથમીર, કાંદો (optional) તેમજ વાટેલાં કાળાં મરી ઉમેરો. 1 લીંબુનો રસ નિચોવીને ઉમેરી દો. શિંગદાણા તેમજ તલનો ભૂકો તેમજ સ્વાદ મુજબ મીઠું પણ ઉમેરીને બધી વસ્તુનો મિક્સ કરી લો.

એક વઘારીયામાં 2 ટે.સ્પૂન રાઈનું તેલ ગરમ કરવા મૂકો. એમાં મેથી દાણા નાખીને સહેજ તતડાવી લો. હવે આ વઘારને બટેટાના મિશ્રણમાં ઉમેરો તેમજ રેડ ચિલી ફ્લેક્સ પણ છાંટીને મિક્સ કરી લો.

આ અથાણું 2 દિવસ સુધી સારું રહે છે. બનાવ્યા પછી ફ્રિઝમાં રાખવું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]