ભજીયા

વરસતો વરસાદ હોય, ભીની ભીની માટીની સુગંધ આવી રહી હોય! તો…?  તો સહુથી પહેલાં ભજીયા જ યાદ આવે…ખરૂં ને?

સામગ્રીઃ  

  • 2-3 કાંદા
  • 2 લીલાં મરચાં
  • ચણાનો લોટ 1 બાઉલ
  • મીઠું સ્વાદ મુજબ
  • ચપટી હીંગ
  • 1 ટી.સ્પૂન  મરચાં પાવડર
  •   ¼ ટી.સ્પૂન હળદર પાવડર
  • ¼ કપ ઝીણી સમારેલી કોથમીર (optional)
  • તળવા માટે તેલ

રીતઃ કાંદાને બે ભાગમાં કટ કરો. ત્યારબાદ, તેને લાંબી પાતળી સ્લાઈસમાં સુધારો. એક બાઉલમાં સુધારેલી કાંદાની ચીરી લો. એમાં ચણાનો લોટ તેમજ બાકીની સામગ્રી ઉમેરીને પાણી નાંખ્યા વગર મિક્સ કરી અડધો કલાક માટે રહેવા દો.

હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાંથી એક ચમચી તેલ ભજીયાના મિશ્રણમાં મિક્સ કરો અને ભજીયા તળવા માટે લો. ભજીયા હળવેથી નાખો. પૂરતાં ભજીયા કઢાઈમાં આવે એટલે ગેસની આંચ મધ્યમ કરીને તળો. ગોલ્ડન ક્રિસ્પી થવા આવે એટલે ગેસની આંચ તેજ કરીને ભજીયા ઝારા વડે ઉતારી લો.

આ જ રીતે, બીજા ભજીયા તળી લો. અને કોથમીરની ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે પીરસો.