ચીઝ પોટેટો ક્રિસ્પી

બાળકોને નિતનવી વેરાયટી નાસ્તામાં ગમે, તેમાં પણ બટેટા અને ચીઝનો નાસ્તો તો ઓલ ટાઈમ ફેવરિટ નાસ્તો છે!

સામગ્રીઃ

 • 2-3 બાફેલા બટેટા
 • 1 સિમલા મરચું
 • 1 કાંદો
 • 2 ટે.સ્પૂન ધોઈને ઝીણી સમારેલી કોથમીર
 • 1 ટી.સ્પૂન આદુ-લસણની પેસ્ટ
 • 1 ટે.સ્પૂન ચિલી ફ્લેક્સ
 • ¼ ટી.સ્પૂન કાળા મરી પાવડર
 • ¼ ટી.સ્પૂન હળદર પાવડર
 • મીઠું સ્વાદ મુજબ,
 • ¼ ટી.સ્પૂન ગરમ મસાલો
 • 1 ટે. સ્પૂન લીંબુનો રસ
 • 1 ટી.સ્પૂન તેલ
 • 1 કપ મેંદો (અથવા રવો, ચણાનો લોટ કે કોર્નફ્લોર પણ લઈ શકો છો.)
 • ટે.સ્પૂન ચોખાનો લોટ
 • 2 ચીઝ ક્યુબ

રીતઃ બટેટાનો છૂંદો કરી લો. તેમાં સિમલા મરચું, કાંદો ઝીણા સમારેલા, ઝીણી સમારેલી કોથમીર તેમજ લોટ અને ચીઝ સિવાયની બાકીની સામગ્રી પણ મેળવી દો. હવે તેમાં લોટ મિક્સ કરી દો. રોટલીના લોટ જેવો લોટ બંધાય એટલો મેંદો ઉમેરવો. એક ચીઝ ક્યુબમાંથી 3 પીસ થાય એ રીતે બંને ચીઝના લાંબા કટ કરી લો.

લોટના બે ભાગ કરો. આ બંને લૂવાના બે જાડા રોટલા વણી લો. એક રોટલા પર ચીઝના ટુકડા છૂટાં ગોઠવી દો. એની ઉપર બીજો રોટલો મૂકીને દરેક ટુકડામાં ચીઝ આવે તે રીતે ત્રિકોણ પીસ કટ કરો. ત્રિકોણની ત્રણેય કિનારીને હાથેથી દાબીને પેક કરી લો.

એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો, તેલ ગરમ થાય એટલે ગેસની આંચ મધ્યમ કરી દેવી. કઢાઈમાં આવે એટલા ટુકડા હળવેથી તળવા માટે નાખો. બંને બાજુથી ગોલ્ડન તળી લો.

આ નાસ્તો ટોમેટો કેચઅપ સાથે પીરસો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]