ચીઝ ચિલી ટોસ્ટ

ઝટપટ તૈયાર થતો અને બાળકોનો તો ફેવરિટ નાસ્તો છે ચીઝ ચિલી ટોસ્ટ! કોઈ વાર રસોઈ બનાવવામાં હાથ અજમાવ્યો ના હોય તો પણ પહેલે પ્રયોગે સફળ થઈ જાઓ એવી વાનગી છે આ!

સામગ્રીઃ

  • 6 સેન્ડવિચ બ્રેડ
  • માખણ
  • 2-3 તાજાં લાલ અથવા લીલાં મરચાં
  • 3-4 કળી લસણ (optional)
  • 1 ટે.સ્પૂન રેડ ચિલી ફ્લેક્સ
  • 4 ચીઝ ક્યુબ્સ

 

રીતઃ દરેક બ્રેડ ઉપર માખણ સરખા પ્રમાણમાં લગાડી દો. એની ઉપર ગોળ પાતળાં સુધારેલાં મરચાંની 4-5 કટકી દરેક બ્રેડ ઉપર આવે એ પ્રમાણે ભભરાવી દો. ત્યારબાદ ઝીણું સમારેલું લસણ થોડું થોડું ભભરાવી દો.  હવે ઉપર ચીઝ ખમણી લો. ઉપરથી રેડ ચિલી ફ્લેક્સ છાંટી દો.

એક નોન-સ્ટીક પેનને ગેસ ઉપર ગરમ કરવા મૂકો. ગરમ થાય એટલે આંચને ધીમી કરી દો. એમાં ગોઠવાય એટલાં બ્રેડ મૂકીને પેનને ઢાંકી દો. 2-3 મિનિટ બાદ ચેક કરી લો. બ્રેડ નીચેથી ગોલ્ડન બ્રાઉન તેમજ ક્રિસ્પી થાય અને ચીઝ ઓગળી જાય એટલે ઉતારી લો.