ગાજરનો હલવો વિથ આઈસ્ક્રીમ..!!

તાજા ગાજરને ખમણીને ઘીમાં સાંતળીને એમાં દૂધ નાખો. ત્યારબાદ જ્યારે ગાજરનો હલવો તૈયાર થવા આવે ત્યારે એમાં દૂધનો માવો ઉમેરીને સ્વાદાનુસાર સાકર નાખો. માવાને લીધે સ્વાદ વધી જશે.

હલવાને થોડો અલગ ટેસ્ટ આપવો હોય તો પ્લેટમાં ગરમાગરમ હલવો પીરસી ઉપર ઠંડો-ઠંડો વેનિલા આઈસ્ક્રીમ સ્કૂપથી પીરસો. અથવા જ્યારે આઈસ્ક્રીમ બનાવો ત્યારે આઈસ્ક્રીમના મિશ્રણમાં ગાજરનો બનાવીને ઠંડો કરેલો હલવો મિક્સ કરીને જમાવવા માટે ડીપ ફ્રિઝરમાં મૂકો. આ રીતે તૈયાર થશે ગાજરનો હલવો વિથ આઈસ્ક્રીમ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]