અમેરિકામાં બે ભારતીય યુવકોએ એકબીજા સાથે લગ્ન કર્યા…

0
546

ન્યૂજર્સીઃ અમેરિકાનાં ન્યૂજર્સી શહેરનાં ભારતીય મૂળનાં બે યુવકોએ સમલૈંગિક લગ્ન કર્યા છે. આમાંથી એક યુવક ગુજરાતી અમિત શાહ છે. અને બીજાનું નામ આદિત્ય મદિરાજુ છે. બંનેએ ન્યુજર્સીનાં BAPSનાં સ્વામિનારાયણ મંદિરમાં લગ્ન કર્યા છે. બંન્ને ન્યૂજર્સીના સ્વામિનારાયણ મંદિરમાં લગ્ન કરીને હંમેશા માટે એકબીજાના થઈ ગયા છે. આ લગ્નમાં દુનિયાભરમાં સમલૈંગિક સંબંધો રાખનારા લોકોને એક આશા જાગી છે કે પ્રેમ આઝાદ છે અને એક દિવસ તેમને પણ આ કરવાની મંજૂરી મળશે.આ કપલને સોશિયલ મીડિયા પર ખૂબ શુભેચ્છાઓ મળી રહી છે અને તેમના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે અમિત અને આદિત્યની મુલાકાત એક જગ્યાએ મુલાકાત થઈ અને ત્યારબાદ એકબીજાનો કોન્ટેક્ટ નંબર શેર કર્યો અને પછી મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ.પોતાના સંબંધને લઈને અમિત અને આદિત્યએ મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જ્યારે અમે એકબીજાને ડેટ કરી રહ્યા હતા ત્યારે અમને સહેજ પણ નહોતું લાગતું કે અમે લગ્ન કરીશું પરંતુ સમયની સાથે અમે અનુભવ્યું કે અમલોકો એકબીજા માટે જ બન્યા છીએ અને ત્યારબાદ અમે પોતાના માતા-પિતા સાથે વાત કરી અને લગ્નની ઈચ્છા વ્યક્ત કરી.બંન્નેની દોસ્તી આગળ વધી અને પછી લાગણીઓનો ધોધ વહેવા લાગ્યો અને 3 વર્ષના ડેટિંગ બાદ બંન્નેએ એકબીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. આ લોકોના લગ્ન બાદ ટ્વીટર પર કેટલાક લોકોએ ગેરવ્યાજબી કોમેન્ટ્સ પણ કરી અને કેટલાક લોકો આ લોકોના વખાણ કર્યા. હરીશ ઐય્યર નામના એક વ્યક્તિએ લખ્યું કે અમિત અને આદિત્યને લગ્ન જીવનની શુભકામનાઓ. દોસ્તો એક દિવસ એવો આવશે જ્યારે આપણે અનુભવીશું કે તેમણે સમલૈંગિક વિવાહ નહી પરંતુ લગ્ન કર્યા છે.