ટ્રમ્પે 14.40 લાખ કરોડના ચીની સામાન પર લગાવ્યો ટેરિફ, વધુ જાણવા ક્લિક કરો

વોશિંગ્ટનઃ અમેરિકા અને ચીન વચ્ચે અત્યારે ચાલી રહેલો ટ્રેડ વોર પૂર્ણ થવાનું નામ નથી લઈ રહ્યો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના પ્રશાસને આ મહિને 200 અબજ ડોલરના ચીની સામાનો પર 10 ટકા ટેરિફ વધારી દીધો છે. આ વર્ષના અંત સુધીમાં આ સામાનો પર લાગનારો ટેરિફ વધીને 20 ટકા થઈ જશે. આ પગલાથી ચીન અને અમેરિકા વચ્ચે શરુ થયેલી વ્યાપારિક જંગ વધી જશે.

અમેરિકી પ્રશાસને જાહેરાત કરી છે કે ટેરિફ 24 સપ્ટેમ્બરથી લાગુ થશે. આ પહેલા અમેરિકાએ 50 અબજ ડોલરના ચીની સામાનો પર ટેરિફ લગાવ્યો હતો. આનો અર્થ એ છે કે ચીન દ્વારા અમેરિકાને વેચવામાં આવનારી ઘણી પ્રોડક્ટને અસર પડશે.

જૂલાઈમાં અમેરિકી પ્રશાસને ટેરિફ રાઉન્ડમાં સમાવિષ્ટ થનારા હજારો પ્રોડક્ટના લિસ્ટને જાહેર કર્યું હતું. જો કે સ્માર્ટવોચ, હેલ્થ એન્ડ સેફ્ટી ડિવાઈઝ અને બાળકો માટેના પ્લેપેન સહિત 300થી વધારે પ્રોડક્ટને લિસ્ટમાંથી હટાવી દીધી છે.

એકતરફ જ્યાં વોશિંગ્ટન અને બેજિંગ વચ્ચે વ્યાપાર વાર્તા બીજીવાર શરુ કરવા પર કામ ચાલી રહ્યું છે ત્યાં જ ટ્રંપે પોતાના સલાહકારોને કહ્યું છે કે તે 200 અબજ ડોલરના રાઉન્ડ સાથે દબાણ વધારવાનું શરુ કરે. ટ્રંપના આ નિર્ણયથી ચીન સાથે રાજનૈતિક વાતચીતની સંભાવનાઓ પણ સંકટમાં આવી ગઈ છે.

વ્હાઈટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં ટ્રંપે જણાવ્યું કે ચીનને અમે અમારી ચિંતાઓ સમજવાની ઘણી તક આપી છે. એકવાર ફરીથી ચીનના નેતાઓ પાસેથી માંગણી કરી રહ્યા છીએ કે પોતાના દેશની અનુચિત વ્યાપાર કાર્યપ્રણાલીને ખતમ કરવા પર કામ કરે. ડોનાલ્ડ ટ્રંપે એ પણ જણાવ્યું કે જો ચીને કોઈપણ પ્રકારથી બદલો લેવાની કાર્યવાહી કરવામાં આવી તો તેને વધારે ટેરિફ મામલે ઘણુ આર્થિક નુકસાન સહન કરવું પડશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]