સુરતઃ સોનાની આ મુરત કોને મળશે?

ભાજપનો સૌથી મોટો ગઢ સુરત ગણાય છે. છેલ્લા ત્રણ દાયકાની આઠ લોકસભા ચૂંટણીઓમાં આ બેઠક ભાજપ પાસે જ રહી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ‘કાંટે કી ટક્કર’ વચ્ચે પણ ભાજપ પક્ષ સુરતની બેઠકોમાં મળેલી જીતને જ લીધે જ સરકાર રચી શક્યો હતો. આ બેઠક પર કુલ 16,37,595 મતદારો છે એમાંથી 3,62,000 પટેલ, 3,36,700 ઓ.બી.સી.,1,54,000 જેટલા મુસ્લિમ અને 36,000 દલિત મતદાતાઓ છે. ઓલપડ, સુરત(પૂ), સુરત(ઉ), વરાછા રોડ, કારંજ, કતારગામ અને સુરત(પ) એમ સાત વિધાનસભાની બેઠકો સુરત મતવિસ્તારમાં સમાયેલી છે.

સુરતની આ સોનાની મૂરત આમ તો ભાજપને જ ફળતી આવી છે. સુરત શહેર અને જિલ્લાની આ બેઠક પર કાઠિયાવાડીઓનો પણ દબદબો

છે. છેલ્લા ત્રણ દાયકાની આઠ લોકસભા ચૂંટણીમાં આ બેઠક ભાજપ પાસે જ રહી છે. ગઇ વિધાનસભા ચૂંટણીમાંથી એસટીથી વેપારીઓની નારાજગી અને નોટબંધીથી અહીંની પ્રજાને પડેલી મુશ્કેલીની વાતો વચ્ચે પણ ભાજપે અહીં કોંગ્રેસને ફાવવા દીધી નહોતી. વિધાનસભામાં પટલોની નારાજગીની વાતો છતાં ય, ‘કાંટે કી ટક્કર’ વચ્ચે પણ ભાજપે સુરતનીમોટાભાગની બેઠકો હાંસલ કરી હતી. કહો કે, સુરતની બેઠકોએ જ ભાજપને ગુજરાતમાં સરકાર રચવાનો માર્ગ મોકળો કરી આપ્યો હતો. સૌરાષ્ટ્રના પટલ મતદારોની નારાજગીની અસર અહીં જોવા મળી ન હતી. ભૂતકાળમાં મોરારજીભાઇ દેસાઇ પણ અહીંથી ચૂંટણી લડીને જીતી ચૂક્યા છે.

આ બેઠક પર કુલ 16,37,595 મતદારો છે એમાંથી 3,62,000 પટેલ, 3,36,700  ઓ.બી.સી., 1,54,000  જેટલામુસ્લિમ અને36,000 દલિત મતદાતાઓ છે. ઓલપાડ, સુરત(પૂર્વ), સુરત(ઉત્તર), વરાછા રોડ, કારંજ, કતારગામ અને સુરત(પશ્ચિમ) એમસાત વિધાનસભા બેઠકો ધરાવતા આ મતવિસ્તારમાં બધી જ બેઠક ભાજપ પાસે છે. ગઇ લોકસભા ચૂંટણીમાં ભાજપ અહીંથી 5,33,190 મતની જંગી સરસાઇથી જીત્યો હતો. ભાજપ અહીંથી સિટીંગ સંસદસભ્ય દર્શનાબહેન જરદોશને બદલીને નવા ઉમેદવાર મૂકશે અને કદાચ છેલ્લી ઘડીએ ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ અહીંથી લડે એવી વાતો વચ્ચે ભાજપે કોઇ જોખમ લેવાના બદલે દર્શનાબહેનને જ રિપીટ કર્યા છે. સૌરાષ્ટ્રના ઉમેદવારને મૂકવાથી મૂળ સુરતી મતદારો નારાજ થાય એવી શક્યતા ધ્યાનમાં લીધા પછી કદાચ પક્ષે આ નિર્ણય લીધો હોઇ શકે છે.

દર્શનાબહેનની સામે કોંગ્રેસના યુવાન ઉમેદવાર અશોક અધેવાડાનો મુકાબલો થવાનો છે. કોંગ્રસે અહીં મૂળ ભાવનગરના અશોક અધેવાડાને મૂકીને પટેલ મતદારોને આકર્ષવાનો પ્રયત્ન કર્યો છે. અશોકભાઇ અહીં મૂળ સૌરાષ્ટ્રના લોકોનો ટેકો મેળવવાની અપેક્ષા રાખે છે, જયારે ભાજપ પણ આ પટેલ અગ્રણીઓને કોઇપણ હિસાબે નારાજ કરવા માગતો નથી. જીએસટી અને નોટબંધી જેવા પ્રશ્નો અંગે સ્થાનિક વેપારીઓમાં નારાજગી હોવા છતાં ય ગઇ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મુશ્કેલી પડી નહોતી. આ વખતે શું થાય છે એ તો ચૂંટણીના પરિણામો જ દર્શાવશે.

કુલ તેર ઉમેદવારો મેદાનમાં છે.