જહાજોમાંથી ઉત્પન્ન વાદળો પ્રદૂષણકર્તાં કે ઠંડકકર્તાં?

નાસાનો એક્વા ઉપગ્રહ જાન્યુઆરીમાં પૉર્ટુગલ પર ઘૂમી રહ્યો હતો ત્યારે તેણે એક તસવીર પાડી હતી. આ તસવીરમાં ઉત્તર ઍટલાન્ટિક પર તેજસ્વી ભૂર રંગનાં વાદળોની પાતળી પટ્ટી દેખાય છે જેમાં જાડાં વાદળોની સફેદ રેખાઓ પણ છે જે ઉઝરડા જેવી લાગે છે.નાસાના અધિકારીઓ મુજબ, આ જાડાં વાદળો નીચે દરિયામાં રહેલાં જહાજોના યાતાયાતની નિશાની છે. જ્યારે જહાજો દરિયામાંથી પસાર થાય છે ત્યારે કારની જેમ તેઓ પણ ધૂમાડો છોડે છે અને આ દળદાર કણો વાદળ રચે છે. આનું કારણ એ છે કે પ્રદૂષણના કણો, ખાસ કરીને સલ્ફેટ પાણીમાં દ્રાવ્ય હોય છે આથી પાણીનાં ટીપાં તેમને ચોંટી જાય છે. આ કણો એક જગ્યાએ જહાજમાંથી નીકળીને ભેગા થાય છે, આથી તેઓ એક નવું વાદળ રચે છે જે આકાશમાંથી સ્પષ્ટ રીતે દૃશ્યમાન હોય છે. કેટલાંક એકબીજાને કાપતાં વાદળો એક છેડેથી બીજા છેડે એમ સેંકડો કિલોમીટર સુધી વિસ્તરેલાં હોય છે.

વાદળોની પાતળી ટોચ નવા છેડા છે જે તેમને સર્જતાં જહાજોની નજીક હોય છે. જાડી ટોચ જૂની અને ઘણી દૂર હોય છે. તસવીરમાં જહાજમાંથી ઉત્પન્ન વાદળોની અનેક દૃશ્યમાન રેખાઓ યુરોપ કે ઉત્તર આફ્રિકા જતાં જહાજોની કતારમાંથી સર્જાયેલાં હોઈ શકે છે.

એવી સંભાવના છે કે આ વાદળોની કેટલીક અસર વૈશ્વિક હવામાન પર હોઈ શકે છે. પરંતુ સફેદ વાદળો સૂર્યપ્રકાશને અવકાશમાં પાછો મોકલે છે તેને જોતાં અને કણો હવામાનને બદલી રહ્યા છે તે જોતાં વૈજ્ઞાનિકો હજુ નિશ્ચિત નથી કે તે શું છે.

આ કેસમાં, મોટી સંખ્યામાં જહાજોના લીધે તેજસ્વી વાદળો બન્યાં છે. આથી જહાજોમાંથી કયાં કયાં વાદળો બન્યાં છે તેને સાવ અલગ તારવવા એ મુશ્કેલ છે. વધુ દૃશ્યમાન કેડીઓ દરિયાથી સેંકડો કિલોમીટર દૂર હોય છએ અને આમાંના ઘણા ભૂમધ્ય સમુદ્રમાં રહેલાં જહાજો, જે ઉત્તર અમેરિકા તરફ જઈ રહ્યાં હોઈ શકે, તેમાંથી સર્જાયેલાં પણ જણાય છે. બીજાં કેટલાંક દક્ષિણ અમેરિકા અને આફ્રિકાથી ઉત્તર યુરોપ તરફ જઈ રહેલાં જહાજોમાંથી પણ ઉદ્ભવ્યાં હોઈ શકે.

એક્વા ઉપગ્રહમા રહેલા સ્પૅક્ટ્રૉરેડિયોમીટરે કુદરતી રંગની છબી પાડી છે.

જહાજોની કેડીના દેખાવને અસર કરતાં પરિબળોમાં સમય અવધિ જ એક માત્ર પરિબળ નથી. નાસાના વૈજ્ઞાનિકોએ ચોક્કસ વાતાવરણની અસરો શોધી કાઢઈ છે જે વાદળોની તેજસ્વીતાને અસર કરે છે. એક મહત્ત્વનું પરિબળ તે વિસ્તારમાં પહેલેથી વિદ્યમાન વાદળોનું માળખું છે. જહાજોની કેડીમાંથી નીકળેલાં વાદળો ખુલ્લા અંતવાળાં વાદળો સર્જે બનાવે છે. તેમાંના કેટલાંક તસવીરમાં હાજર છે. તેઓ બંધ અંતવાળાં વાદળોથી વધુ તેજસ્વી છે. ખુલ્લા અંતવાળાં વાદળો ખાલી ડબ્બા જેવા દેખાય છે જ્યારે બંધ અંતવાળાં વાદળો, વાદળોથી ભરેલાં ડબ્બા જેવા દેખાય છે.

જહાજોમાંથી નીકળતાં આ વાદળો ઉચ્ચ પરાવર્તનની ક્ષમતા ધરાવે છે. આથી તેઓ તેમના પર પડતા સૂર્યપ્રકાશમાંથી પૃથ્વીની સપાટીની છાયા પાડે છે. તેના લીધે જે તે જગ્યા પર ઠંડકની અસર થાય છે. જોકે જહાજોમાંથી ઉત્પન્ન થતાં વાદળોની વૈશ્વિક રીતે ઠંડકની અસર ખરેખર કેટલી થાય છે તે નક્કી કરવું એ પડકારજનક છે કારણકે જે રીતે કણો વાદળોને અસર કરે છે તે હજુ હવામાન વિજ્ઞાનનો સૌથી ઓછો સમજાયેલો અને સૌથી અનિશ્ચિત વિષય રહ્યો છે.

આમ, જહાજોમાંથી ઉત્પન્ન વાદળો ખરેખર તો પ્રદૂષણ કરે છે કે પછી ગરમ  થતી  જતી પૃથ્વીના વાતાવરણને ઠંડું કરે છે તેનો જવાબ મેળવવા હજુ વધુ સંશોધનોની રાહ જોવી રહી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]