ગુજરાતઃ સીએમ પદ માટે વજુભાઇ વાળાની મોટી સંભાવના, પીએમ સાથે બેઠક…

ગાંધીનગર- ગુજરાતના સીએમ પદે કોણ તે નક્કી કરવાની પ્રક્રિયા જોરશોરથી કેન્દ્રીયસ્તરે ચાલી રહી છે. ત્યારે મળતાં અહેવાલો મુજબ નવી દિલ્હીમાં ગત રાત્રે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા અને પીએમ મોદી વચ્ચે અગત્યની બેઠક થઇ હતી. સંભવ છે કે વાળાને સીએમ બનાવીને મોકલવામાં આવે.
આ તરફ, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયાં બાદ મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં બે નાયબ મુખ્યપ્રધાન બને તેવી પુરેપુરી સંભાવનાઓ દેખાઈ રહી છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપના અંતરંગ વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ સીએમ અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલમાં કોઈ ફેરફાર દેખાતો નથી. જયારે સંભવિત પ્રધાનમંડળના નામો આ મુજબ છે.
(1) ગણપત વસાવા (2) બાબુભાઇ બોખીરીયા (3) જયેશ રાદડીયા (4) પ્રદીપસિંહ જાડેજા (5) દિલીપ ઠાકોર (6) ભૂપેન્દ્ર પટેલ (7) રાજેન્દ્ર પટેલ (8) યોગેશ પટેલ (9) ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (10) આર.સી.પટેલ (11) પંકજ દેસાઈ (12) પરબતભાઇ પટેલ (13) બલરાજસિંહ ચૌહાણ (14) કૌશિક પટેલ (15) આર.સી.ફળદુ (16) પબુભા માણેક (17) દેવજીભાઈ માલમ (18) કેશુભાઈ નાકરાણી (19) પુરષોત્તમ સોલંકી (20) વિભાવરીબેન દવે (21) મહેશ રાવલ (22) રમેશ કટારા (23) જેઠાભાઇ ભરવાડ (24) મનીષાબેન વકીલ (25) હર્ષ સંઘવી
(26) રમણભાઈ પાટકર (27) શશીકાંત પંડ્યા
   
આ સિવાય વિધાનસભાના અધ્યક્ષ તરીકે કચ્છના વરિષ્ઠ મહિલા ધારાસભ્ય ડૉ.નીમાબેન આચાર્યને મૂકવામાં આવે તેમ દેખાઈ રહ્યું છે. તેઓ તેરમી વિધાનસભામાં અધ્યક્ષની પેનલમાં હતાં અને ગૃહનું સંચાલન પણ કરી ચૂક્યાં છે. આ ઉપરાંત વિધાનસભાના ઉપાધ્યક્ષ, દંડક, ઉપદંડક જેવી મહત્વની જવાબદારી કોના શિરે જાય છે તે જોવાનું રહ્યું. આમ હવે પ્રધાનમંડળમાં કોણ આવશે તેની ચર્ચાથી રાજકીય વાતાવરણ ગરમ છે.