ફેબઈન્ડિયા દ્વારા ‘જશ્ન-એ-રિવાઝ’ : પરંપરાઓની ઉજવણી

છ પેઢીઓથી પરંપરાઓની ઉજવણી કરે છે – ફેબઈન્ડિયાની આ જ તો મોટી ખૂબી છે! જાગ્રત ગ્રાહકનો ઉદય થવો એનો અર્થ છે જાગ્રત ડિઝાઈન અને કળાનો ઉદય. આ ક્ષેત્રમાં પરિવર્તનકારક અને સામુદાયિક અગ્રણી તરીકે અમે કળાના રખેવાળ તરીકેની સેવા બજાવવાનો ગર્વ અનુભવીએ છીએ. સાથોસાથ, જુદી જુદી ટેકનિક આજના શાનદાર ગ્રાહકોને અનુરૂપ બની રહે એવા પ્રકાર પણ અમે શોધતા રહીએ છીએ.

અર્થપૂર્ણ હસ્તકારીગરીની સાથે ઉજવણીનો સુભગ સંગમ બને એટલા માટે અમે આ વખતની તહેવારોની મોસમમાં તમારા માટે લાવ્યા છીએ ફેબઈન્ડિયા દ્વારા જશ્ન-એ-રિવાઝ. અમારી પરંપરાઓની ઉજવણી કરવા, અમારા ભવ્ય વારસાની સરાહના કરવા, અમારા કુશળ કારીગરોને બિરદાવવા, પ્રત્યેક દિવસ જીવનને સુંદર બનાવતી અમારી ડિઝાઈનોનો આનંદ માણવા માટે અમારા આ ધમાકેદાર વર્ષમાં અમારા શાનદાર પરિવારોને આ આત્મીય ક્ષણોમાં સહભાગી બનાવતાં અમે આનંદ અનુભવીએ છીએ.

ફેબઈન્ડિયા દ્વારા જશ્ન-એ-રિવાઝ, જુદા જુદા મૂડને યથાવત્ રાખીને, અમારા શાનદાર પરિવારો સાથે મળીને કેટલીક જૂની સુખદ ક્ષણો અને અનુભવોના મળેલા આનંદની ઉજવણી કરવાનો અમારો એક વિનમ્ર પ્રયાસ છે, જે તમને પણ ફરી એવી યાદોંની સફરે લઈ જશે.

જશ્ન-એ-રિવાઝની અનુક્રમિક કથાની શરૂઆત થાય છે એક એવી સફરથી જે આપણને ભૂતકાળની એવી ગલીઓમાં લઈ જાય છે જ્યાં સમયના વહેણની સાથે ઘણી કથાઓ સર્જાતી ગઈ છે. યાદ કરો જૂના સમયની એ વાળંદની દુકાનની કે રંગબેરંગી બંગડીઓની દુકાનની. ભૂલાઈ ગયેલી એ શેરીઓના એ જીવંતપણાની યાદોંને ફરી તાજી કરીએ. આપણી એ શેરીઓના ખૂણેખૂણામાં પ્રવેશ કરીને, ચાલો આપણે નવા દ્રશ્યો નિહાળીએ અને ધ્વનિ સાંભળીએ – જૂનાને ફરી નવેસરથી માણીએ. આ ખરા અર્થમાં ઘરવાપસી છે!

ફેબઈન્ડિયા એટલે લાગણીનો એક પ્રવાહ. ફેબઈન્ડિયા દ્વારા જશ્ન-એ-રિવાઝ એટલે એક ઉજવણી, જે પરંપરાઓથી તરબતર છે, સ્નેહના રંગોથી રંગાયેલી છે, નવી નવી પેઢીઓ આકર્ષિત થાય એવી આધુનિકતાથી સભર છે. પ્રભાવ પાડે એવો સોનેરી લાલ, જાદુઈ મેજેન્ટા અને નીલમ જેવો બ્લૂ. આ છે અમારા ફેબ-ઈન્ડિયાના રંગો.

આ વખતની દિવાળીમાં તો અમે અમારા સમુદાય માટે પહેલા કરતાં વધારે કૃતજ્ઞ રહેવાના છીએ, કારણ કે આ વખતે અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ અમારા કારીગરો અને હસ્તકારીગરીની સરાહના સાથે તહેવારોનું નવું કલેક્શન. આ એવું કલેક્શન છે જે ઈતિહાસ અને સંસ્કૃતિને વરેલું છે અને સાથોસાથ, દુનિયાભરમાં વસતા વિવિધ ભારતીય સમુદાયનાં તમામ લોકોને સુસંગત છે. આ વખતની મોસમમાં ફેબઈન્ડિયાના આ ફેસ્ટિવ કલેક્શનમાં અસંખ્ય વિવરણો સમાયેલા છે, જે આધુનિક ડિઝાઈનમાં અને લાઈફસ્ટાઈલ જગતમાં અમારા સ્થાનને વધારે મજબૂત બનાવે છે. અમારા સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ – @fabindiaofficial, @fabindiahome, અમારા ઈ-કોમર્સ પ્લેટફોર્મ fabindia.com પર તેમજ ભારતભરમાં પ્રસરેલા અમારા 324 સ્ટોર્સમાં તમને આ વિશેની ઘણી રોચક અને મજાની વાતો જાણવા મળશે.

ભારતની પરંપરાઓ અને સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરવામાં હસ્તકલાના કાપડ તથા હસ્તકારીગરી ઘણો જ મહત્ત્વનો ભાગ ભજવે છે. અમે ફેબઈન્ડિયા કાયમ એનાથી પ્રેરિત રહ્યા છીએ અને તેનો હિસ્સો બની રહેવા બદલ ગર્વની લાગણીનો અનુભવ કરીએ છીએ. ચંદેરી અને મહેશ્વરીની મનમોહક વણાટોથી લઈને બનારસીનાં ભવ્ય રંગો, આરી ભરતકામની નાજુકતાથી લઈને ઠસ્સાદાર પેચવર્ક અને સુશોભન, અજરક, દાબૂ અને ગોલ્ડ કરી પ્રિન્ટની સુંદરતાથી લઈને ટસર, ઘિચા, ગજીના વણાટકામમાં અમારા કારીગરો તથા અમારા ડિઝાઈનરો સાથે મળીને કામ કરે છે અને આપની સમક્ષ લાવીએ છીએ આ ભવ્ય વિરાસતનો ખજાનો, જે પેઢી દર પેઢી આગળ વધારી શકાય છે.

ભૂતકાળ અને વર્તમાનને અમારા કલેક્શન્સનાં ધાગાઓ દ્વારા એકસાથે વણીને અમે તમારી સમક્ષ લાવ્યા છીએ ફેબઈન્ડિયા દ્વારા જશ્ન-એ-રિવાઝ. તો આવો, આ તહેવારની મોસમને અમારી સાથે મળીને ઉજવો!

વસ્ત્રો, હોમ ડેકોર અને પર્સનલ કેર કલેક્શન્સ હવે ફેબઈન્ડિયાના ભારતભરમાંના સ્ટોર્સમાં તેમજ fabindia.com પર ઉપલબ્ધ છે. અમારા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ @fabindiaofficial અને @fabibndiahome પર નિયમિત અપડેટ્સ ચેક કરતાં રહો.

ફેબઈન્ડિયા વિશે જાણોઃ

  • ફેબઈન્ડિયાની સ્થાપના એક હોમ ફર્નિશિંગ અને ટેક્સટાઈલ કંપની તરીકે વર્ષ 1960માં કરવામાં આવી હતી. તેના 16 વર્ષ બાદ એનો પહેલો રીટેલ સ્ટોર ખૂલ્યો હતો નવી દિલ્હીના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં. સમકાલીન ડિઝાઈનો સાથે સ્વદેશી હસ્તકારીગરીને પ્રસ્તુત કરીને ફેબઈન્ડિયા ભારતભરમાં ફેલાયેલા તેના 312 સ્ટોર્સ તથા 12 આંતરરાષ્ટ્રીય સ્ટોર્સ દ્વારા તેની 61-વર્ષ જૂની ભવ્ય પરંપરાને આગળ ધપાવે છે.
  • સૌંદર્યશાસ્ત્ર અને વાજબીપણાના સંગમને કારણે આ બ્રાન્ડ ભારત અને તેનું સૌંદર્યશાસ્ત્ર એક જશ્ન સમાન છે, જે પરંપરાગત ટેકનિકો, કૌશલ્ય અને હસ્ત-આધારિત પ્રક્રિયાઓથી બનાવેલા ઉત્પાદનો માટે દેશનું સૌથી મોટું ખાનગી પ્લેટફોર્મ બન્યું છે.
  • ફેબઈન્ડિયા 55,000થી પણ વધારે હસ્તકારીગરી-આધારિત ગ્રામિણ ઉત્પાદકોને શહેરી બજારો સાથે જોડે છે, કારીગરો માટે રોજગારોનું નિર્માણ કરે છે અને સાથોસાથ, દેશની પરંપરાગત હસ્તકારીગરીનું જતન પણ કરે છે. સમયની સાથે અનુરૂપ રહીને, જરૂરિયાતોમાં આવતા પરિવર્તનને લક્ષમાં રાખીને પોતાના ગ્રાહકોને વધારે સારી સેવા પૂરી પાડવા ફેબઈન્ડિયા કટિબદ્ધ છે.
  • એમના ઉત્પાદનોની રેન્જ વ્યાપક છે જેમાં પુરુષો, સ્ત્રીઓ તથા બાળકો માટે બહોળી વેરાયટીનાં વસ્ત્રોની ઉપલબ્ધતાથી લઈને હોમ ફર્નિશિંગ્સ, ફર્નિચર, ગિફ્ટ્સ, ઝવેરાત, ઓર્ગેનિક ખાદ્યપદાર્થ અને પર્સનલ કેર પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]