ફ્રાન્સે શોધ્યો IHU કોરોના વેરિઅન્ટ; ઓમિક્રોન કરતાંય વધારે ચેપી

પેરિસઃ દુનિયાના દેશો હાલ કોરોનાવાઈરસ રોગચાળાના નવા ચેપ ઓમિક્રોનને કારણે દર્દીઓની સંખ્યામાં થયેલા વધારાની મુસીબત સામે ઝઝૂમી રહ્યા છે ત્યારે વૈજ્ઞાનિકોના ધ્યાનમાં કોરોનાનો એક નવો ચેપ આવ્યો છે જે ઓમિક્રોન કરતાંય વધારે ચેપી હોવાનું મનાય છે.

આ નવા વેરિઅન્ટનું નામ છે IHU. તેની શોધ ફ્રાન્સની એક ચેપી રોગ સંશોધક ઈન્સ્ટિટ્યૂટે કરી છે. IHU વેરિઅન્ટ તેમણે ગઈ 10મી ડિસેમ્બરે શોધી કાઢ્યો હતો. ત્યારે ફ્રાન્સના માર્સેલીસમાં IHUના 12 સક્રિય કેસ ધ્યાનમાં આવ્યા હતા. વૈજ્ઞાનિકોનું માનવું છે કે તમામ 12 દર્દીના ચેપને આફ્રિકા ખંડના કેમરુન દેશમાં તેમણે કરેલા પ્રવાસ સાથે સંબંધ છે. તેથી IHUનું મૂળ કેમેરુન હોવાની સંભાવના છે. ફ્રાન્સમાં હાલ કોરોનાના કુલ કેસોમાં ઓમિક્રોનનો હિસ્સો 62.4 ટકા છે. ત્યાં દૈનિક કેસની સંખ્યા 1,60,000ને પાર ગઈ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]