નવેમ્બરમાં મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓને આપી શકે છે બોનાન્ઝા…

નવી દિલ્હીઃ કેન્દ્રીય કર્મચારીઓ માટે જલ્દી જ ખુશીના સમાચાર આવી શકે છે. લાંબા સમયથી ન્યૂનતમ વેતનની માંગ કરી રહેલા કર્મચારીઓની માંગને કેન્દ્ર સરકાર પૂરી કરી શકે છે. પ્રાપ્ત વિગતો અનુસાર કર્મચારીઓની માંગ પર સરકાર વિચાર કરી શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ જ નવેમ્બર મહિનામાં ન્યૂનતમ સેલરી વધારવાને લઈને મોદી સરકાર કોઈ નિર્ણય લઈ શકે છે. શક્યતાઓ છે કે આ જ મહિને કેબિનેટની બેઠક થઈ શકે છે.

સરકાર એકતરફ ભલે પગાર વધારવા પર વિચાર કરી હોય પરંતુ બીજી તરફ આર્થિક મંદીને પહોંચી વળવા માટેના પ્લાન પણ બનાવી રહી છે. પગાર વધારીને કર્મચારીઓને પ્રોત્સાહિત કરવાની સાથે જ સરકાર કર્મચારીઓના ખર્ચ કરવાની ક્ષમતાને પણ વધારવાનો પ્રયાસ કરી રહી છે જેથી અર્થવ્યવસ્થામાં ડિમાન્ડ વધી શકે.

કર્મચારીઓની માંગ છે કે કેન્દ્રીય કર્મચારી ફિટમેન્ટ ફેક્ટરને વધારીને 3.68 ગણુ કરી દેવામાં આવે. આ સીવાય ન્યૂનતમ વેતનને 18 હજાર રુપિયાથી વધારીને 26 હજાર કરવાની માંગ છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે DA ની જાહેરાત કરી હતી. આ લાભ જુલાઈથી મળશે.