પોસાય એવા લાઈનર્સ અને કાજલઃ તમારાં સુંદર નયનો માટે…

CourtesyNykaa.com

એવું કહેવાય છે કે છોકરીઓ આંખોમાં કાજલને ઝડપી એક વાર લગાડીને કે આયલાઈનર કર્યા વગર ઘરની બહાર નીકળતી નથી. તમારું શું કહેવું છે? આ માન્યતા સાવ સાચી છે. સૌંદર્ય પ્રસાધનની આ ચીજ વિના કોઈ પણ મેકઅપ અધૂરો ગણાય. પછી એ કોઈ કેટ-આય ફ્લિક હોય, વિંગ્સ કે રંગવાળું હોય, તમે તમારી ઈચ્છા મુજબનો લુક બનાવી શકો છો. સુંદરતા માટેની આ તમારી આગવી શૈલી છે, ખરુંને? અને, આમાં તમારે સતત ટચ-અપ્સ કરતા રહેવાની માનસિક તાણ રાખવાની પણ જરૂર નથી, કારણ કે મોટે ભાગે આ લાંબો સમય સુધી ટકી રહે છે. બજારમાં ભરપૂર વિકલ્પો ઉપલબ્ધ હોય છે એટલે અમને ખબર છે કે તમે પસંદગી કરવામાં ભૂલ કરી બેસશો. તો, અમે અહીંયા શેને માટે છીએ? બ્યુટીને લગતી તમારી સમસ્યાઓને ઉકેલવામાં તમને મદદરૂપ થવા માટે જ તો! એટલા માટે જ અમે બજારમાં ઉપલબ્ધ છે એમાંથી કેટલાક શ્રેષ્ઠ કાજલ અને આયલાઈનર વિકલ્પો પસંદ કર્યા છે. અને આ બધા એકદમ પરવડી શકે એવી કિંમતના છે.


પરવડી શકે એવા શ્રેષ્ઠ આયલાઈનર્સ અને કાજલ

૧.
Maybelline New York Colossal Kajal

વર્ષોથી ક્લાસિક રહ્યું છે. આ કાજલ અમારી યાદીમાં કાયમ ટોચ પર રહ્યું છે. જી, આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ Maybelline New York Colossal Kajal ની. બધાય કાજલમાં આ સૌથી વધારે કાળું છે અને કોઈ પણ લુકને બદલી આપવામાં આ પ્રોડક્ટની ક્ષમતા વિશે તમે શંકા કરી શકો નહીં. આંખોને સ્મોકી લુક આપવા માટે આ કાજલ સૌથી આસાન પ્રકારનું છે. તમારી ભમ્મર વધારે ભરેલી બતાવવા માટે તમે આ કાજલના એકદમ કાળા શેડનો ઉપયોગ કરી શકો છો.


૨.
The SUGAR Twist And Shout Fadeproof Kajal

The SUGAR Twist And Shout Fadeproof Kajal એવું કાજલ છે જે તમામ પ્રકારની પરિસ્થિતિમાં તમારી સાથે રહેશે. આને એવા પઝેસિવ બોયફ્રેન્ડ સાથે સરખાવી શકાય જે એની પ્રેમિકાને જરાય છોડે નહીં. જોકે કાજલની બાબતમાં આ સારું કહેવાય. આ લગાડવામાં એકદમ આસાન છે. આનું કારણ છે એનું સ્ટેડી એપ્લિકેટર એટલે કે એની ગ્રિપ સરકી જતી નથી. આનાથી પણ વધારે પ્રભાવિત કરનારી બાબત એ છે કે આ કાજલ હાનિકારક તત્ત્વો અને રસાયણોથી મુક્ત છે. સ્મોકી આંખવાળા લુક માટે અથવા એકદમ સિંપલ લુક માટે પણ આનો ઉપયોગ કરો.


૩.
L’Oréal Paris Kajal Magique

અમે ઐશ્વર્યા રાય-બચ્ચનને આ પ્રોડક્ટ વડે એની સુંદર લીલી આંખોને લાઈન કરતી જોઈ એ જ વખતે અમે આની પર પસંદગી ઉતારી હતી. આ એવું કાજલ છે જે એની આંખોનાં કલરને વધારી શકે છે તો તમને પણ એવી ઈચ્છા થશે. L’Oréal Paris Kajal Magique કોકો બટર, વિટામીન A અને ઓલિવ ઓઈલ એસ્ટર્સનું મિશ્રણ છે. તમે તમારી ત્વચા પર જાણે માખણ લગાડતા હો એવું લાગે. આ એકદમ મુલાયમ અને સુંવાળું છે. જે સ્ત્રીઓ કોન્ટેક્ટ લેન્સીસ પહેરે છે ખાસ એમને માટે જ આ કાજલ બનાવવામાં આવ્યું છે. આ એકદમ ઘેરું કાજલ તમારી આંખોને જરાય નુકસાન પહોંચાડતું નથી. કારણ કે આને આંખોનાં નિષ્ણાતોએ માન્ય કર્યું છે.


૪.
Nykaa GLAMOReyes Liquid Eyeliner

લાંબા સમય સુધી ટકેલું રહે એવું જો તમારે કોઈ આયલાઈનર જોઈતું હોય તો તમારી સામે જ છે. આ એટલા માટે વધારે સારું છે કે એ બેઝિક્સ ઉપરાંત સાત રંગબેરંગી શેડ્સમાં પણ ઉપલબ્ધ છે. અમને તો ગમે છે Nykaa GLAMOReyes Liquid Eyeliner. આ લિક્વિડ આયલાઈનર એક જ વાર લગાડીને તમારી સુંદરતાને શોભાવો. આનું એપ્લિકેટર પણ સરસ છે. એ પાંપણની લાઈન પર એકદમ આસાનીથી સરકે છે. અને વધારે મહત્ત્વની વાત એ છે કે આ જલપ્રતિરોધક છે, એટલે તમે સ્વિમિંગ પૂલમાં પણ જરાય ચિંતા વગર આનંદ માણી શકો છો.


૫.
Colorbar All Matte Eyeliner

હકીકત એ છે કે Colorbar All Matte Eyeliner ઝડપથી સૂકાઈ જતી ફોર્મ્યુલા છે. એટલે જ આને તમારી મેકઅપ બેગમાં સાથે રાખજો જ. આ લાઈનર ફેડ-પ્રુફ અને વોટરપ્રુફ હોવા ઉપરાંત ઘેરું પિગ્મેંટેશન પણ એની એક ઓર ખાસિયત છે. આનું એપ્લિકેટર પણ એકદમ સચોટ છે. એ તમારી આંખોને યોગ્ય એવું ઘેરું અને સરળ ફિનિશ કરે છે. તમામ કલરબાર પ્રોડક્ટ્સ હાનિકારક તત્ત્વોથી મુક્ત હોવાથી વધારે સારી પસંદગી બને છે. હવે આ લાઈનરમાં ન ગમે એવું શું છે?

 


૬.
NYX Professional Makeup Epic Ink Liner

જો તમને કેટ-આયનો શોખ હોય તો અમે તમને એકદમ ઉચિત ચીજ બતાવીએ છીએ – NYX Professional Makeup Epic Ink Liner. આમાં Epic શબ્દ છે અને એ મુજબ આ લાઈનર ખરેખર ભવ્ય છે. આ ભરપૂર પિંગમેન્ટેડ ફોર્મ્યુલા ખૂબ જ પ્રભાવશાળી છે અને આના એકદમ પાતળા બ્રશ ટીપ વડે તમે ખૂબ જ ઝીણી લાઈન કરી શકશો. આને તમારી કાર્ટમાં ઉમેરવા માટે તમારે જો હજી વધારે કારણો જાણવા હોય તો તમે એ પણ જાણી લો કે એ કલાકો સુધી ઝાંખું પડતું નથી.