ગાંધીનગર- ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાનાં પ્રથમ તબક્કો આગામી 14 નવેમ્બરથી શરૂ થઇ રહ્યો છે. આ માટે તમામ રાજકીય પક્ષો પોતાના યોગ્ય ઉમેદવારોની પસંદગીમાં રચ્યા પચ્યા છે. આગામી વિધાનસભાની યોજાનાર આ ચૂંટણી માટે આ વખતે જ્ઞાતિવાદ ગુજરાતમાં ખુબ જ તાકાતથી ચાલી રહ્યો છે. અત્યાર સુધી ગુજરાતના રાજકારણમાં મુખ્યત્વે પાટીદાર, ક્ષત્રિય, ઠાકોર, આદિવાસી અને દલિત સમાજ સક્રિયતાથી પોતાના સમાજને વધુ ઉમેદવારો મળે તે માટે પ્રયત્ન કરતા હતા. પણ હવે જોવા જઇયે તો અંદાજે ૯૦ કરતાં વધારે બેઠકો પર બ્રાહ્મણ મતદારો પણ નિર્ણાયક બની રહે તેવી પરિસ્થિતિનું નિર્માણ ઉભું થયું છે.ગુજરાતના રાજકારણમાં છેલ્લા ત્રણ વર્ષથી બ્રહ્મ સમાજ દ્વારા નાના મોટા સ્નેહમિલનો યોજી સમાજ પોતાની તાકાત બતાવવાનો પ્રયાસ કરે છે. રાજકીય પક્ષોએ આ વખતે આ સમાજ દ્રારા યોજવામાં આવતા કાર્યક્રમો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ઉપરાંત સમાજ પણ પોતાની એકતા બતાવવામાં સફળ થતાં દેખાય છે.
ભૂતકાળ તરફ એક નજર નાખીએ તો વર્ષ ૧૯૯૫ સુધીની સરકારમાં ચાર થી પાંચ બ્રાહ્મણ પ્રધાનો હતા.વર્ષ ૧૯૯૫ પછી ભાજપ સરકારે સતાનું સુકાન સંભાળતાની સાથે જ સ્વ.નલિન ભટ્ટ, સ્વ.અશોક ભટ્ટ, મહેન્દ્ર ત્રિવેદી, સ્વ.હરેન પંડયા, ઉમેશ રાજગુરુ, જ્યનારાયણ વ્યાસ જેવા તજજ્ઞ બ્રાહ્મણો મહત્વના વિભાગોની જવાબદારીઓ સાંભળી ચૂક્યા છે.
છેલ્લા પાંચ વર્ષમાં ભાજપ સરકારે માત્ર એક જ રાજેન્દ્ર ત્રિવેદીને રાજ્યકક્ષાના પ્રધાન બનાવતા બ્રહસમાજમાં નારાજગી ઊભી થઈ હતી. આ નારાજગી બંધ કરવા છેલ્લા છ મહિનામાં ૧૨ કરતાં વધારે સંસદીય સચિવો બનાવવાનો નિર્ણય કર્યો, જેમાં ભાવનગરના વિભાવરીબેન દવેને લેવા પડ્યાં હતા. આમ છતાં બ્રહ્મસમાજ ને સંતોષ ન થતાં તાલુકા ક્ક્ષાએ નાના-મોટા સ્નેહમિલનોની શરૂઆત કરી પોતાની તાકાત બતાવવા બ્રહસમજે કમર ક્સી છે. ૧૮૨ બેઠકોમાથી ૨૦ કરતાં વધારે બ્રાહ્મણોને ટિકિટ મળવી જોઇયે તેવો શૂર સમાજમાંથી બહાર આવી રહ્યો છે. આમ હવે જોવાનું રહ્યું કે આ વખતે ક્યો રાજકીય પક્ષ બ્રાહ્મણો તરફ વધારે ધ્યાન આપી રહ્યા છે. જો અન્યાય થાશે તો બ્રહ્મસમાજ આવનાર સમયમાં આક્રમક રીતે લડી લેવાના મૂડમાં છે, તેવા સ્પષ્ટ નિર્દેશો મળી રહ્યા છે॰