બિટકૉઇનથી પર્યાવરણને નુકસાન થાય છે!

શું તમને ખબર છ કે બિટકૉઇન પણ પર્યાવરણને અસર કરે છે? તમને થશે કે બિટકૉઇન તો વર્ચ્યુઅલ કરન્સી છે, અર્થાત્ આભાસી ચલણ. તેની પર્યાવરણ પર અસર કેવી રીતે હોઈ શકે?

બિટકૉઇન આજે વિશ્વનું સૌથી લોકપ્રિય આભાસી ચલણ છે અને ગયા વર્ષે તેની કિંમતમાં ભારે …શક્તિ આપવા માટે જરૂરી ઊર્જાની પર્યાવરણ પર અસર અંગે ચર્ચા પણ છેડી રહ્યું છે. પહેલાં તો બિટકૉઇન શું છે તે ટૂંકમાં સમજી લઈએ.જેમ પહેલાં કહ્યું તેમ બિટકૉઇન એ એક આભાસી ચલણ છે. તેનો જન્મ વર્ષ ૨૦૦૯માં થયો હતો. ચૂકવણી પણ થાય અને તેમાં દેશોની કેન્દ્રીય બૅન્ક (ભારતમાં જેમ રિઝર્વ બૅન્ક છે તેમ)નો સહારો પણ ન લેવો પડે તેવો તેના જન્મ પાછળનો હેતુ હતો. આર્થિક નિષ્ણાતો અને પર્યાવરણવાદીઓ બિટકૉઇનના ટકાઉપણા વિશે જે ચિંતા વ્યક્ત કરતા રહ્યા છે તેમાં ખાણકામ (એટલે ખરા અર્થમાં ખાણકામ નહીં, પરંતુ  બિટકૉઇનના વ્યવહારોની ચકાસણી કરવી તેને ખાણકામ કહે છે) એ તેના અસ્તિત્વના કેન્દ્રમાં છે.

ખાણકામ કરનારાઓ બિટકૉઇનમાં થતી લેવડદેવડની ચકાસણી કરવા જટિલ ગણતરી કરવા કમ્પ્યૂટરોનો ઉપયોગ કરે છે. આ માટે સમગ્ર વિશ્વના કમ્પ્યૂટર અને સર્વર ફાર્મ મારફત ખૂબ જ ઊર્જા વપરાય છે. કમ્પ્યૂટરને વીજ શક્તિ આપવા વીજળી વપરાય છે. આથી કમ્પ્યૂટર ચલાવવા જે વીજળી વપરાય છે તેનું પ્રમાણ જોતાં આ ચિંતા ઉદ્ભવી છે. કેટલાક એવો અંદાજ મૂકે છે કે બિટકૉઇનના સંદર્ભે ઊર્જાની અસર એક નાનકડા દેશની ઊર્જાની અસર કરતાં વધુ છે.

હવે એ પણ સમજવું પડશે કે દિવસે ને દિવસે બિટકૉઇન વધુ ને વધુ લોકપ્રિય બની રહ્યું છે, કારણકે તે ડિજિટલ મની છે જેને કોઈ બૅન્ક કે સરકાર સાથે કોઈ લેવાદેવા નથી. વર્ષ ૨૦૧૭ના બીજા અર્ધભાગમાં તેની કિંમત ઝડપથી વધી હતી. જોકે આ વર્ષની શરૂઆતમાં તે ઘટી છે. એક બિટકૉઇનની કિંમત ડિસેમ્બર ૨૦૧૭ના ઉત્તરાર્ધમાં ૧૬,૫૦૦ ડૉલર હતી. અગાઉ માર્ચ ૨૦૧૭માં તે ૧,૦૦૦ ડૉલર હતી. આમ, એ જોઈ શકાય છે કે બિટકૉઇનની કિંમત કેટલી ઝડપથી વધી હતી. જોકે આ વર્ષે ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં તે સડસડાટ ઘટીને ૭,૦૦૦ ડૉલરે પહોંચી ગઈ છે. બિટકૉઇન એ પોતે કમ્પ્યૂટર કૉડની આવશ્યક લાઇન છે. જ્યારે એક માલિક પાસેથી તે બીજા માલિક પાસે જાય છે ત્યારે ડિજિટલી સાઇન કરીને આપવામાં આવે છે.

બિટકૉઇનનું અસ્તિત્વ કમ્પ્યૂટર વગર શક્ય નથી. અને કમ્પ્યૂટરનું અસ્તિત્વ વીજળી વગર. (લેપટોપ હોય તો પણ બેટરી થોડા જ સમયમાં પૂરી થઈ જતી હોય છે. એટલે વીજળી તો જરૂરી છે જ.)  બિટકૉઇન માટે કમ્પ્યૂટરોની સંખ્યા અને કમ્પ્યૂટરો માટે જરૂરી ઊર્જાનો વપરાશ ખૂબ જ વધી રહ્યો છે.

બિટકૉઇનની વધતી કિંમતનો સીધો સંબંધ તેના માટે જેટલી ઊર્જા વપરાય તેની સાથે છે. ખાણકામ કરનારાઓ જટિલ અને અદ્વિતીય કોયડાઓ ઉકેલીને બિટકૉઇનનું તાળું ખોલે છે. જેમ જેમ બિટકૉઇનની કિંમત વધે છે, તેમ તેમ કોયડાઓ વધુ ને વધુ અઘરા બને છે અને તેમને ઉકેલવા માટે વધુ કમ્પ્યૂટર શક્તિની જરૂર પડે છે.

એક અંદાજ પ્રમાણે, ચીનમાં બિટકૉઇનનું ખાણકામ કરવા માટે ૬૦ ટકા પ્રૉસેસિંગ પાવર વપરાય છે. ચીનમાં કોલસાને બાળીને વીજળી ઉત્પન્ન કરાય છે. ચીને જાન્યુઆરીમાં જાહેરાત કરી છે કે તે બિટકૉઇન માઇનિંગ બંધ કરી દેશે કારણકે તેનાથી ઊર્જાનો ઉપભોગ વધે છે.

કોલસા અને અન્ય ફૉસિલ ફ્યુઅલ શેષ વિશ્વ માટે વીજળીના સૌથી મોટા ઉત્પાદક છે અને કોલસો માણસ દ્વારા હવામાનને-પર્યાવરણને જે રીતે અસર કરાય છે તેમાં મહત્ત્વનું ખોટું યોગદાન આપે છે. કોલસાને બાળવાથી કાર્બન ડાયૉક્સાઇડ ઉત્પન્ન થાય છે અને કાર્બન ડાયૉક્સાઇડ વૈશ્વિક ઉષ્ણતા (ગ્લૉબલ વૉર્મિંગ)માં મુખ્ય યોગદાનકર્તા છે.

આમ, બિટકૉઇનથી પર્યાવરણને નુકસાન થાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]