પર્યાવરણને લાભ કરો અને સરકારી સહાય મેળવો

બ્રિટનમાં પર્યાવરણને લાભ કરનારા ખેડૂતો માટે ખુશખબર છે. તેમના આ કાર્યની કદર કરવામાં આવનાર છે. પર્યાવરણ પ્રધાન મિશેલ ગૉવે ગત સપ્તાહે પર્યાવરણને લાભ પહોંચાડતા ખેડૂતોની કદર કરવાની યોજનાઓ જાહેર કરી હતી. ડૉર્સેટ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ આ યોજનાઓને આવકારી રહ્યું છે.૪ જાન્યુઆરીએ ઑક્સફર્ડમાં ખેતી પરની પરિષદમાં ગૉવે યોજનાઓની રૂપરેખા આપી હતી. આ રૂપરેખા મુજબ,  જેટલી માલિકીની જમીન હોય તે સંખ્યાના આધારે ખેતી સબસિડીઓને સ્થાને પર્યાવરણ તરફી રીત તેમજ ગ્રામીણ વિસ્તારમાં સારો પ્રવેશ સહિતના જાહેર લાભો આપવા માટે ખેડૂતોને મદદ કરવા ભંડોળ અપાશે. આ યોજના ખેડૂતો માટે એવી શ્રેણીબદ્ધ પહેલો કરાવવા માગે છે જેમાં વન્યજીવનની રક્ષા  પણ થાય અને તેનું વિસ્તરણ પણ થાય. આ ઉપરાંત ગ્રામ્યવજીવનની તંદુરસ્તી જેના પર સમાજ અને કૃષિ ઉદ્યોગ અવલંબિત છે તે પુનઃસ્થાપિત થાય. આ પહેલોમાં – ઘાસ ઉગાડવું, વૃક્ષો ઉગાડવાં, વન્યજીવો માટે રહેઠાણો બનાવવા અને પૂર આવે તેવી સ્થિતિમાં વધુ સારું પ્રબંધન કરવું- તેનો સમાવેશ થાય છે.

વાઇલ્ડલાઇફ ટ્રસ્ટોએ તાજેતરમાં જ ખેતીના ભવિષ્ય માટે એક દૃષ્ટિબિંદુ રજૂ કર્યું હતું જે ગૉવની યોજનાઓનો પડઘો પાડતું હતું. તેમાં આટલી બાબતોનો સમાવેશ થતો હતો : તંદુરસ્ત માટી, સ્વચ્છ પાણી અને પર્યાવરણમાં બદલાવ શાંત પાડવો, પૂરના જોખમનું પ્રબંધન, વધુ મોટા અને સારાં કુદરતી આવાસો, ધબકતું વન્યજીવન, મધમાખી જેવા પ્રચુર જીવો, અને તંદુરસ્ત લોકો. તેમની ગણતરી હતી કે યુરોપીય સંઘની હાલની જે પ્રણાલિ છે તેના કરતાં આ વધુ સસ્તી રીતે કરી શકાય છે.

ડૉર્સેટ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટના મુખ્ય કાર્યકારી ડૉ. સિમોન ક્રિપ્સે કહ્યું હતું કે આ જ દિવસ છે કે આપણે ક્રાંતિના પથ પર ઊભા છીએ કે આપણે જેના પર આધારિત છીએ- ચાહે તે ખોરાક હોય કે તંદુરસ્તી કે મનોરંજન, તે ગ્રામીણ જીવનની આપણે કઈ રીતે રક્ષા કરીએ છીએ અને તેનું પ્રબંધન કઈ રીતે કરીએ છીએ. “હું માનું છું કે આજે ગૉવે જે યોજનાઓ જાહેર કરી છે તેનાથી વધુ સમૃદ્ધ, તંદુરસ્ત અને મનોરંજકીય દેશ અને ગ્રામ્યજીવન બનશે. આપણે પ્રકૃતિનો ભાગ છીએ તેવું વિચારવાના બદલે આપણે તેની ઉપર છીએ તેવું આપણે એક સદી સુધ વિચારતા રહ્યા છીએ. છેવટે હવે આપણે આપણા વન્યજીવન અને પર્યાવરણનું આપણા જીવનરક્ષક પ્રણાલિ તરીકે મૂલ્ય કરતા થયા છીએ.”

“આ યોજનાઓથી પ્રકૃતિને તો લાભ થશે અને સાથે કૃષિ ઉદ્યોગને પણ લાભ થશે. સમાજને લાભ કરવા ખેડૂતોને જે આર્થિક ટેકાની જરૂર છે તે પણ તેમને મળશે.” પર્યાવરણ પ્રધાન મિશેલ ગૉવની ગત સપ્તાહે જાહેરાત પછી ડૉર્સેટ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ પર્યાવરણને લાભકર્તા ખેડૂતોની કદર કરવાની યોજનાઓને આવકારી રહ્યું છે.

ગૉવ બ્રિટન યુરોપીય સંઘ છોડે તે મતના હતા. અને આ માટે ચાલેલા અભિયાનમાં તેઓ અગ્રેસર હતા. તેમણે બ્રિટનના યુરોપીય સંઘ છોડવાની તકને ખેતીમાં પરિવર્તન લાવવા અને ગ્રામ્યજીવન સુધારવા માટે લાભદાયી ગણાવી હતી.

ગૉવે ગત સપ્તાહે જાહેર કર્યું હતું કે જે ખેડૂતો વન્યજીવન માટે રહેઠાણો કે પછી સુધારેલી માટીની ગુણવત્તા જેવા જાહેર લાભો પૂરા પાડશે તેવા ખેડૂતોને જ સરકારનાં નાણાં મળશે. માર્ચ ૨૦૧૯માં બ્રિટન યુરોપીય સંઘ છોડશે તે પછી બ્રિટનના કૃષિ ઉદ્યોગમાં ધરખમ પરિવર્તન જોવા મળશે. યુરોપીય સંઘની સામાન્ય કૃષિ નીતિ (કૅપ) હેઠળ બ્રિટનના ખેડૂતોને સરકારી તિજોરીમાંથી વર્ષે ત્રણ અબજ પાઉન્ડ મળતા હતા. ગૉવે કૅપની પાયામાંથી જ ખામીવાળી ડિઝાઇનની ટીકા કરી હતી. તેમણે અનુમાન કર્યું હતું કે નાણાંના ૮૦ ટકા જેટલો હિસ્સો ખેડૂતોની ઉત્પાદક ખેતીવાળી જમીનના કદ પર આધારિત હતો. ગૉવે કહ્યું હતું કે નાણાંનો અયોગ્ય ખર્ચ થાય છે. છેવટે સરકારી નાણાં એવા લોકો પાસે જવા જોઈએ જેઓ આપણું પર્યાવરણ સુરક્ષિત રહે તે સુનિશ્ચિત કરવા આકરી મહેનત કરી રહ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]