અંજલી દમનિયા વિરુદ્ધ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન ખડસે દ્વારા રૂ. 10 કરોડનો માનહાનિનો દાવો

મુંબઈ – મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મહેસુલ પ્રધાન અને મહારાષ્ટ્ર ભાજપના સિનિયર નેતા એકનાથ ખડસે અને સામાજિક કાર્યકર્તા અંજલી દમનિયા વચ્ચેનો ઝઘડો વધારે ઉગ્ર બનશે.

ખડસે જળગાંવ શહેરમં મુક્તાઈનગર પોલીસ સ્ટેશનમાં જઈને દમનિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાના છે.

દમનિયા આમ આદમી પાર્ટીનાં ભૂતપૂર્વ નેતા છે અને આરટીઆઈના ચળવળકાર છે. મહારાષ્ટ્રમાં આ પૂર્વેની કોંગ્રેસ-યૂપીઆઈ સરકારમાં થયેલા કરોડો રૂપિયાના સિંચાઈ કૌભાંડનો પર્દાફાશ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

અંજલિ દમનિયા સામે ખડસેનો આરોપ છે કે એ પોતાના પરિવારજનોને બદનામ કરે છે.

ખડસેએ જાહેરાત કરી છે કે પોતે દમનિયા વિરુદ્ધ 10 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો માંડવાના છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]