ગાંધીનગર– ગુજરાતમાં 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી. ત્યારબાદ 2014માં લોકસભાની યોજાયેલ ચૂંટણીમાં ગુજરાતમાં 26 બેઠકો મેળવી ઇતિહાસ સર્જયો હતો, મતદારોની અને જુદા જુદા સમાજની નારાજગીની શરૂઆત વર્ષ 2015માં યોજાયેલ જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીથી જોવા મળી હતી. 2015ના વર્ષમાં યોજાયેલ ચૂંટણીમાં 230 તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષે 2,536 બેઠકો મેળવી હતી, જે અગાઉની ચૂંટણીમાં એક હજારની અંદર હતી.
ભાજપ પક્ષે ભૂતકાળની તાલુકા પંચાયતની ચૂંટણી કરતા 2015ની ચૂંટણીમાં 1967 નુકસાન થયું, જયારે 33 જિલ્લા પંચાયતની યોજાયેલ ચૂંટણીમાં 365 બેઠકો મેળવી હતી, જેની સામે કોંગ્રેસ પક્ષે કુલ 594 બેઠકો પ્રાપ્ત કરી હતી. આમ ભાજપને 229 બેઠકોનું નુકશાન થયું હતું.
વર્ષ 2015માં યોજાયેલ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ કરતા કોંગ્રેસનો દેખાવ સારો રહ્યો હતો. આમાં પાટીદાર સમાજની ભૂમિકા અગત્યની રહી હતી. ત્યારબાદ છેલ્લા બે વર્ષમાં અનેક નાના મોટા કારણોથી સત્તાધારી ભાજપ પક્ષ સામે નારાજગી ઉભી થતી ગઈ અને આ નારાજગી આજે ખુલ્લેઆમ દેખાઈ રહી છે. પરિણામે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ છેલ્લી ત્રણ વિધાનસભાની ચૂંટણીમાં 60 બેઠકો જાળવી હતી. તેમાં આ વખતે વધારે બેઠકો મળે તેમ દેખાઈ રહ્યું છે.
આ વખતના વિધાનસભાની ચૂંટણીમાં જુદા જુદા સમાજ દ્રારા ઉભી થયેલ નારાજગીમાં ગ્રામ્ય વિસ્તારો ખુબ જ આકરા મૂડમાં છે, ભાજપને પછાડવા માટે જયારે શહેરી વિસ્તારમાં હજુ ચિત્ર સ્પષ્ટ દેખાતું નથી. પરંતુ આ વખતની ચૂંટણી આગામી રાજકીય સમીકરણોમાં ખુબ જ મહત્વની બની રહેશે.