(‘ચિત્રલેખા’ના ફિલ્મ મેગેઝિન ‘જી’ના ૧-૧૫ નવેમ્બર, ૧૯૯૮ અંકમાં પ્રકાશિત સવાલ-જવાબની ‘પૂછપરછ’ કોલમમાંથી સાભાર)

મનોજ વાઘેલા (અમરેલી)

સવાલઃ એડલ્ટ પ્રમાણપત્રવાળી પહેલી હિન્દી ફિલ્મ કઈ હતી?

જવાબઃ ૧૯૫૦ની કે.બી. લાલની ‘હસતે આંસુ’.

પ્રદીપ જે. ચાવલા (થાનગઢ)

સવાલઃ કઈ ફિલ્મમાં પહેલીવાર ટ્રેનનો ઉપયોગ થયો હતો?

જવાબઃ ૧૯૩૪ની વાડિયા મુવીટોનની ‘તૂફાન મેલ’માં પહેલીવાર ટ્રેનનો ઉપયોગ થયો હતો.